હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અમે શરૂઆતથી જ કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે. આજે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એ સાબિત કરી દીધું છે. એટલે આ વખતે વિધાનસભાની ચૂંટણી ભ્રષ્ટ ભાજપ અને પ્રામાણિક આમ આદમી પાર્ટી વચ્ચે જ થશે અને ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત થશે.
આ વખતે ચૂંટણી ભાજપ અને ‘આપ’ વચ્ચે જ છે કારણ કે કોંગ્રેસ ક્યારેય ભાજપને હરાવી શકશે નહીં. કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે અને આવનારા સમયમાં કોંગ્રેસ ક્યારેય ટકી શકશે નહીં. માત્ર આપ જ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકે છે.
શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા લોકોના મુખ્ય મુદ્દાઓ પર માત્ર આમ આદમી પાર્ટી જ શાનદાર રીતે કામ કરી શકે છે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે આગળ વધી રહી છે. ગુજરાતમાં વર્ષોથી જે પરિવર્તનની અપેક્ષા લોકો રાખતા હતા તેનાે વિકલ્પ આપ છે. ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આપ ને સમર્થન આપો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.