મોર્નિંગ ન્યૂઝ બ્રીફભાજપના સ્ટાર પ્રચારકો સુરત સભા ગજવશે:'આપ'ના ઉમેદવારે 'આમ આદમી'ને ફટકાર્યો, કામિનીબા રાઠોડનો આક્ષેપ- કોંગ્રેસે દહેગામની ટિકિટ માટે એક કરોડ માગ્યા

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 18 નવેમ્બર, કારતક વદ નોમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજ સુરત ચૂંટણી સભા ગજવશે
2) PM મોદી ‘નો મની ફોર ટેરર’ વૈશ્વિક સંમેલનનું ઉદ્ઘાટન કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ચૂંટણીમાં બુલડોઝર દેખાયું: સુરતમાં JCBમાં બેસી યોગી આદિત્યનાથના સ્વાગતની તૈયારી, ચૂંટણીમાં હટકે પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરોમાં બુલડોઝર બાબા યોગી આદિત્યનાથના આગમનનો ઉત્સાહ હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) 'આપ'ના ઉમેદવારે 'આમ આદમી'ને ફટકાર્યો: સોમનાથ બેઠકના AAP ઉમેદવારે ટોલ બૂથના કર્મચારીને ઉપરાછાપરી થપ્પડ ઝીંકી; પોલીસે CCTVના આધારે FIR નોંધી
"મારી ગાડી આવતી હોય ત્યારે બેરેક કેમ રખાય" એટલું કહેતા જ ટોલબૂથના કર્મચારી ઉપર તૂટી પડ્યા સોમનાથ બેઠકના AAP પાર્ટીના ઉમેદવાર જગમાલ વાળા. આ વાત છે તા. 15ના રોજ રાત્રીના 12 વાગ્યાની. જ્યાં વેરાવળ નજીક આવેલા ડારી ટોલબૂથ ઉપરથી જગમાલ વાળા પસાર થઈ રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) કામિનીબા રાઠોડનો આક્ષેપ: કોંગ્રેસે દહેગામની ટિકિટ માટે મારી પાસે એક કરોડ માંગ્યા, મેં પૈસા ના આપ્યા તો બીજાને ટિકિટ વેચી દેવાઈ
ગુજરાત કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ ભડકો થયો હતો. માતર બાદ ગાંધીનગરના દહેગામમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. દહેગામ બેઠક પર કામિની બાની ટિકિટ કપાઈ જતાં તેમના સમર્થકો રોષે ભરાયા હતાં. આ વખતે કૉંગ્રેસે દહેગામમાં વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા જ કામિનીબા રાઠોડના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા
વાંચો સમાચાર વિગતવાર

4) સરકાર નહીં ઉમેદવાર બચાવવાનો ડર: સુરતની પૂર્વ બેઠક પરથી AAPના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અન્યોને શહેરથી દૂર હોટલમાં લઈ જવાયા
અગાઉ ધારાસભ્યોને દરેક પોતાની રીતે સલામત રાખવા હોટલ કે રિસોર્ટમાં લઈ જતા જોવા મળતા હતા. જો કે, સુરતમાં તો ચૂંટણી અગાઉ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચી લે તે માટે હોટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ઈરાનમાં ફાયરિંગ, 5નાં મોત: હુમલામાં એક બાળકી અને મહિલાએ જીવ ગુમાવ્યો, પોલીસકર્મી સહિત 10 ઈજાગ્રસ્ત
ઈરાનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઈજીહમાં 16 નવેમ્બરે બાઈકસવાર હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. હુમલામાં 5 લોકોનાં મોત થયાં હતાં. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ફાયરિંગમાં એક પોલીસકર્મી સહિત 10 લોકો ઘાયલ થયા હતા. શહેરના ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર વલ્લીઉલ્લાબ હયાતીએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક બાળકી અને મહિલા સામેલ છે.
વાંચો સમાચાર વિગતવાર

6) G20માં કેનેડિયન PM-જિનપિંગ વચ્ચે દલીલ: ચીની રાષ્ટ્રપતિએ કહ્યું- પરસ્પર વાતચીત શા માટે લીક થાય છે, ટ્રુડોએ જવાબ આપ્યો- અમે કંઈ છુપાવતા નથી
ઈન્ડોનેશિયાના બાલીમાં બુધવારે સમાપ્ત થયેલી G20 સમિટના બીજા અને છેલ્લા દિવસે એક વિચિત્ર ઘટના બની હતી. સમિટ પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની વચ્ચે મીડિયા કેમેરાની સામે દલીલો થઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) રાહુલે કહ્યું રાષ્ટ્રગીત વાગશે, બીજું ગીત વાગ્યું: ભૂલથી બીજું ગીત વાગતા રાહુલે અટકાવ્યું, ભાજપે VIDEO શેર કરીને ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં છે. અનેક જગ્યાએ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાસિમમાં બુધવારે રાહુલે એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વાગવા લાગ્યું.
વાંચો સમાચાર વિગતવાર

8) દિલ્હીમાં તો 20 હજાર લીટર સુધી પાણી મફત મળે છે છતાં આફતાબનું પાણીનું બિલ 300 રુપિયા આવ્યું, તો આટલું પાણી વાપર્યું ક્યાં?
દિલ્હીમાં 27 વર્ષની શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલાને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી પોલીસ કસ્ટડી વધારવા માટે માગ કરશે. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ આફતાબની નવો પુરાવો- પાણીના બિલ અંગે પૂછપરછ કરવા માગે છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) દબંગ નેતાની ખુલ્લી ધમકી: 'આ બાહુબલી હજી જીવે છે, કોઈ તમારો કોલર પણ પકડે ને તો એના ઘરમાં જઈને ગોળી ન મારું તો હું મધુ શ્રીવાસ્તવ નહીં'
2) ગોધરા કાંડનો મુખ્ય સાક્ષી ચૂંટણી લડશે: બાપુનગર બેઠક પર ઈમ્તિયાઝ ખાન JDUની ટિકિટ પર ચૂંટણી લડશે, ઉમેદવારી ફોર્મ ભર્યુ
3) યોગેશ પટેલ ફરી એ જ 'કોટી'માં આવ્યા: મરણ પથારીએ પડેલા યોગેશ પટેલ સ્વામીએ મોકલેલા જ્યુસની 2 ચમચી પીતાં જ ઊભા થઈ ગયા, જાણો રસપ્રદ વાતો
4) શાહી સવારીમાં ચૂંટણી પ્રચાર: રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ લકઝરી કારમાં મતદારોને રીઝવવા નીકળ્યા, ભવ્ય રોડ-શો યોજી મત માંગ્યા
5) કઠુઆ રેપ-મર્ડર કેસ:SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યા, સગીર આરોપી સામે હવે એડલ્ટ કોર્ટમાં કાર્યવાહી કરાશે
6) Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા:કહ્યું- 'દબાણમાં રસીને મંજૂરી આપી નથી, અફવાઓને રદિયો આપ્યો'
7) 215 કરોડમાં વેચાશે ઇવાન ટ્રમ્પનો બંગલો:1992માં માત્ર 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જુલાઇમાં થયું મૃત્યુ

આજનો ઇતિહાસ
ભારતની માનુષી છિલ્લરે 'મિસ વર્લ્ડ 2017'નો ખિતાબ જીત્યો

આજનો સુવિચાર
સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...