તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન સંવેદના મુલાકાત:કોરોનાથી મોતના સરકારી આંકડા સામે આપ સોમનાથથી અંબાજી અને ઊંઝાથી દાંડી બે તબક્કામાં પ્રવાસ કરી હકીકત બહાર લાવશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
આપ દ્વારા જનસંવેદના મુલાકાતની જાહેરાત કરાઈ - Divya Bhaskar
આપ દ્વારા જનસંવેદના મુલાકાતની જાહેરાત કરાઈ
 • કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારની આમ આદમી પાર્ટીના નેતાઓ મળશે
 • 28મી જૂને સોમનાથથી કાર્યક્રમની શરૂઆત થશે, 15 સપ્ટેમ્બરે દાંડીએ પૂર્ણ થશે

કોરોના કાળમાં ગુજરાત રાજયમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે રજૂ આંકડા ખોટા હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી ચૂકી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ સરકારના આંકડા ખોટા છે અને ખરેખર કોરોનાના કારણે કેટલા લોકોના મોત થયા છે તેનો સાચો આંકડો આમ આદમી પાર્ટી બહાર લાવશે. આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

યાત્રા બે દિવસ પ્રત્યેક જિલ્લામાં ફરશે
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારની આમ આદમી પાર્ટીના નેતાઓ મળશે. ભાજપની નિષ્ઠુર સરકારે લોકોની અવગણના કરી છે. 28મી જૂનથી સોમનાથથી આ કાર્યક્રમની શરૂઆત કરવામા આવશે. પ્રદેશનું નેતૃત્વ દરેક જિલ્લામાં 2-2 દિવસ ફરશે.

ગામેગામથી એકઠી કરેલી માટીથી સ્મારકના પાયા પૂરાશે
પાર્ટીના આગેવાનો ઇસુદાન ગઢવી અને અન્ય નેતાઓ દરેક પરિવારને મળીને સાચા આંકડા પણ મેળવશે. ગુજરાતમાં જો આપની સરકાર બનશે તો આવા પરિવારને વધુ સહાય કરવામાં આવશે. કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના ગામની માટીના કળશ એકઠા કરવામાં આવશે. રાજ્યમાં આપની સરકાર બનશે તો કળશ મૂકી ગાંધીનગરમાં એક સ્મારક બનાવાશે. જેના પાયામાં આ માટી નાંખવામાં આવશે. રસીકરણ માટે ગામે ગામ જન જાગૃતિ કરવામાં આવશે ઉપરાંત ઓક્સિજન કેન્દ્રોની તપાસ કરવામાં આવશે.

81 દિવસ કાર્યક્રમમાં 3 દિવસ બ્રેક રહેશે
81 દિવસ કાર્યક્રમમાં 3 દિવસ બ્રેક રહેશે

આપની જન સંવેદના મુલાકાતની સાથે-સાથે

 • કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જન-સંવેદના મુલાકાતમાં ઓછામાં ઓછા લોકોનો કાફલો યાત્રા દરમિયાન સાથે રહેશે
 • પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે.
 • દ્રિતીય ચરણમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે.
 • દરેક જિલ્લાને 2-2 દિવસ આપવામાં આવશે અને મહત્ત્વના ગામોની મુલાકાત લેવામાં આવશે.
 • જિલ્લામાંથી યાત્રા પસાર થઈ ગયા બાદ જે-તે જિલ્લાની ટીમ જિલ્લાના બાકી રહેલા તમામ ગામોની મુલાકાત લેશે અને જન-સંવેદના મુલાકાતને આગળ ધપાવશે.
 • લગભગ 5 ગાડીઓ કાફલા સાથે ચાલશે અને બાકીના તમામ લોકો મુલાકાતના માર્ગમાં જે ગામોની મુલાકાત લેવાની છે તે ગામોમાં અગાઉ પહોચી જઈ પ્રચાર અને જનજાગૃતિનું કાર્ય કરશે
 • તેમજ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરશે.
 • યાત્રા જે જિલ્લામાંથી પ્રસાર થશે તે જિલ્લાની ટીમ મુલાકાતનો પ્રચાર કરશે તેમજ તમામ વ્યવસ્થાઓ સંભાળશે.

મુલાકાતનો માર્ગ

પ્રથમ ચરણ: 28 જૂનથી 28 જુલાઈ (સોમનાથ મહાદેવથી પ્રારંભ અને અંબાજી મંદિર વિરામ)

જિલ્લોતારીખ
ગીર સોમનાથ28, 29 જૂન
જૂનાગઢ30 જૂન, 1 જુલાઈ
પોરબંદર2
દ્વારકા3, 4 જુલાઈ
જામનગર5, 6
રાજકોટ7, 8, 2009
અમરેલી10, 11, 12
ભાવનગર13, 14, 15
બોટાદ16
સુરેન્દ્રનગર17, 18, 19
મોરબી20, 21
કચ્છ22, 23, 24
પાટણ25, 26
બનાસકાંઠા27, 28 જુલાઈ

બીજો તબક્કો

6 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર (21, 22, 23 ઓગસ્ટ રજા) ઊંઝા ઉમિયા માતા મંદિરથી શરૂ થશે અને ગાંધી સ્મારક દાંડીએ પૂર્ણાહૂતિ

જિલ્લોતારીખ
મહેસાણા6, 7 ઓગસ્ટ
સાબરકાંઠા8, 9
અરવલ્લી10, 11
ગાંધીનગર12, 13
અમદાવાદ14, 15, 16
ખેડા17, 18
મણીનગર

19, 20 (21, 22, 23 ઓગસ્ટ રજાઓ)

દાહોદ24, 25
પંચમહાલ26, 27
આણંદ28, 29
વડોદરા30, 31
છોટા ઉદેપુર1, 2 સપ્ટેમ્બર
નર્મદા2, 3
ભરૂચ4,5
સુરત6, 7, 2008
તાપી9, 10
ડાંગ11
વલસાડ12, 13
નવસારી14, 15 સપ્ટેમ્બર