જનમત સંગ્રહ કરવા આપની યાત્રા:આમ આદમી પાર્ટી ગુજરાતમાં 182 વિધાનસભામાં પરિવર્તન યાત્રા યોજશે, 6 અલગ અલગ જગ્યાએથી યાત્રા શરૂ થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી ગુલાબસિંહ યાદવ, મનોજ સોરઠીયા અને ગોપાલ ઇટાલિયા - Divya Bhaskar
ડાબેથી ગુલાબસિંહ યાદવ, મનોજ સોરઠીયા અને ગોપાલ ઇટાલિયા
  • 20 દિવસ સુધી આ યાત્રા મોટા ગામડાં અને શહેરોમાં ફરી જનમત સંગ્રહ કરશે

આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ અને સહપ્રભારી ગુલાબસિંહ યાદવે આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે અને લોકો જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રા 15 મેથી શરૂ થશે. તમામ 182 વિધાનસભામાં ફરશે. 20 દિવસ સુધી યાત્રા ચાલશે. 6 અલગ અલગ જગ્યાએથી શરૂ થશે સોમનાથ, સિદ્ધપુર, દાંડી, દ્વારકા, અબડાસા-કચ્છ અને ઉમરગામથી આ યાત્રા શરૂ કરાવશે. તમામ બેરોજગાર યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને મળશે તેઓની સમસ્યાઓ જાણશે.

લોકો પાસે પત્રિકા ભરાવી જનમત સંગ્રહ કરાવશે
મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તનની વાત ચાલી રહી છે. પરિવર્તન યાત્રામાં પાર્ટીના તમામ આગેવાનો રહેશે. મોટા ગામો અને શહેરોમાં જશે. નુકકડ નાટક, પ્રભાત ફેરી જેવા કાર્યક્રમો કરવામાં આવશે. ભાજપ સરકાર દ્વારા જે વિકાસના કામો બાકી રહી ગયા છે અને ઉણપ છે તે બહાર લાવવા જનમત સંગ્રહ કરીશું. જેના માટે એક પત્રિકા અમે લોકોને આપીશું અને તે ભરાવીશું. પરિવર્તન યાત્રા માટે એક થીમ સોંગ પણ બનાવવામાં આવ્યું છે. પરિવર્તન યાત્રાના અંતમાં અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવશે અને મોટો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા વીજળીમાં 20 પૈસા ભાવ વધારા મામલે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આના લીધે 1.30 કરોડ લોકોને અસર થશે. ભાજપ જો આ ભાવ વધારો પાછળ નહિ ખેંચે તો તેના માટે અમે રોડ પર ઉતરીશું.

અન્ય સમાચારો પણ છે...