કોંગ્રેસના AAP પર આક્ષેપ:આમ આદમી પાર્ટી ગુજરાતમાં 3D મોડલ દંગા, ડ્રગ્સ અને દારૂ લાવવા માંગે છે: કોંગ્રેસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા કોંગ્રેસે આમ આદમી પર આક્ષેપ કર્યા છે કે, પંજાબ અને દિલ્હીના દંગા, દારૂ અને ડ્રગ્સના રૂપિયા ગુજરાતમાં ઠલવાય છે. કેજરીવાલ અને ભગવતમાન પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં રૂપિયાના કોથળા લઈ ગુજરાત આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લીસ્ટ કમલમમાંથી નક્કી થાય છે.

આમ આદમી પાર્ટીના બેવડા ચહેરાને ખુલ્લો પાડ્યો
રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો અસલ ચહેરો આજે જનતા સમક્ષ આવી ગયો છે. ફરજીવાલના ફરજીવાડા દેશ અને દુનિયાએ પંજાબ અને દિલ્હીમાં ખુલ્લા પાડ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ દંગા, ડ્રગ્સ અને દારૂના ભ્રષ્ટાચારના રૂપિયા ગુજરાતમાં ઠાલવીને પ્રચાર – પ્રસાર કરી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા નેતા ઈન્દ્રનીલ રાજગુરુએ દિલ્હી ખાતે પ્રેસકોન્ફરન્સમાં પોતાના અનુભવો વર્ણાવતા અને સત્યને પ્રસારિત કરવાના ઉદેશ્યથી આમ આદમી પાર્ટીના બેવડા ચહેરાને ખુલ્લો પાડ્યો હતો.

AAP ઉમેદવારનું લીસ્ટ કમલમના આદેશથી જાહેર
તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી કેજરીવાલ અને ભગવતમાન પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં રૂપિયાના કોથળા લઈને વગર રોકટોક ગુજરાત આવે છે અને આમ આદમી પાર્ટી અને ભાજપ એ એકબીજા સાથે મળીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારનું લીસ્ટ પણ કમલમના આદેશ મુજબ જાહેર કરી રહી છે.

હવાલાકાંડમાં AAP ઉમેદવારથી લઈને દિલ્હી સુધીનું આખુ નેટવર્ક
આલોક શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા 20 કરોડ રૂપિયા હવાલાથી મોકલવામાં આવ્યા છે, આ હવાલાકાંડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારથી લઈને દિલ્હી સુધીનું આખુ નેટવર્ક વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે. દિલ્હીના દારૂકાંડના આરોપી નંબર-5 વિજય નાયક પણ આ હવાલાકાંડની અંદર સામેલ છે. એકતરફ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીઓના ચાર્ટર્ડ પ્લેનમાં રૂપિયાના પોટલાની હેરાફેરી થવી અને બીજી તરફ આ પ્રકારનો હવાલાકાંડ એ ભાજપના જ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના શાસનમાં થાય છે તેના માટે આંખ આંડા કાન શા માટે કરવામાં આવે છે?

આમ આદમી પાર્ટીએ ભાજપની બી-ટીમ
પંજાબમાં ડ્રગ્સના એન.ડી.પી.એસ. એક્ટ અનુસાર 10 હજારથી પણ વધારે કેસ રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. પંજાબની અંદર તાજેતરમાં જ Y કેટેગરી સુરક્ષા ધરાવતા હિંદુ નેતાની હત્યા કરવામાં આવી, કોંગ્રેસના અગ્રણી મુસેવાલાની હત્યા કરવામાં આવી અને પંજાબના સાંસદ સીમરનજીત માન જાહેરમાં ખાલીસ્તાનની તરફેણમાં ઉષ્કેરણીજનક ભાષણો કરી રહ્યાં છે છતાંય ભાજપ શાસીત કેન્દ્ર સરકારની દરેક એજન્સીઓ મૌન છે આ બાબત સાબિત કરે છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી-ટીમ છે.

અન્ય સમાચારો પણ છે...