તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AAPને કોનો ડર?:કોમનમેનની પાર્ટી ગણાતી ‘આપ’ના નેતાઓને ડર લાગ્યો? પત્રકારો પાસે આઇકાર્ડ માગી પ્રદેશ કાર્યાલયમાં પ્રવેશ આપ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ કાર્યાલય શરૂ થયાના 11 દિવસમાં જ ગેટ પર ચેકિંગ થવા લાગ્યું. - Divya Bhaskar
પ્રદેશ કાર્યાલય શરૂ થયાના 11 દિવસમાં જ ગેટ પર ચેકિંગ થવા લાગ્યું.
  • પ્રદેશ કાર્યાલયમાં પ્રવેશતાં પહેલાં ચેક કરવામાં આવે છે
  • ગેટ પર પાર્ટીના કાર્યકરો જે હોદ્દેદારો ઓળખતા હોય તેમને જ પ્રવેશ આપે છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં મુખ્ય વિપક્ષ તરીકે ઊભરી આવ્યા બાદ આમઆદમી પાર્ટી હાલ કાર્યકરો અને જાણીતી હસ્તીઓને પાર્ટીમાં જોડવા માટે સક્રિય બની છે. ખાસ કરીને 14 જૂનની અરવિંદ કેજરવાલની મુલાકાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. હાલ આમઆદમી પાર્ટીમાં રોજબરોજ નેતાઓ પ્રેસ-કોન્ફરન્સ કરી કોઈ વ્યક્તિ જોડાય છે એની જાહેરાત કરે છે. જોકે હવે આમઆદમી પાર્ટીને કોઈનો ડર હોય એમ પ્રદેશ કાર્યાલયમાં જતાં પહેલાં ચેક કરવામાં આવે છે.

પોલીસનો ડર કે પછી પોતાના જ વિરોધનો ડર?
આજે(25 જૂન) બપોરે આમઆદમી પાર્ટીએ પ્રેસ-કોન્ફરન્સ બોલાવી હતી, જેમાં આવનારા પત્રકારો પાસે આઈકાર્ડ માગવામાં આવ્યા હતા. આઈકાર્ડ બતાવીને જ પ્રદેશ કાર્યાલયમાં પ્રવેશ આપતા હતા. આમઆદમી પાર્ટીના કાર્યકતાઓ પણ જેને કોઈ હોદ્દેદાર ઓળખતો હોય તેમને જ પ્રવેશ આપી રહ્યા હતા. આમઆદમી પાર્ટીને કોનો ડર સતાવી રહ્યો છે? પોલીસનો ડર કે પછી પોતાના જ વિરોધનો ડર લાગી રહ્યો છે? આમઆદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે, કોઈપણ વર્ગની વ્યક્તિ પાર્ટીમાં આવી શકે છે, પરંતુ આજે પ્રદેશ કાર્યાલયમાં આવનારી દરેક વ્યક્તિને રોકવામાં આવી રહી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રવેશદ્વાર પર આવનારા લોકોની પૂછપરછ કરી રહેલા ‘આપ’ના કાર્યકરો.
પ્રવેશદ્વાર પર આવનારા લોકોની પૂછપરછ કરી રહેલા ‘આપ’ના કાર્યકરો.

તાજેતરમાં લોકગાયક વિજય સુવાળા ‘આપ’માં જોડાયા
આમઆદમી પાર્ટીમાં પત્રકાર ઇસુદાન ગઢવીના જોડાયા બાદ પાર્ટીમાં વધુમાં વધુ લોકોને જોડવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં લોકગાયક વિજય સુવાળા ઉર્ફે ભુવાજી અને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાડ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણ પણ આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા.

લોકગાયક વિજય સુવાળા.
લોકગાયક વિજય સુવાળા.

પ્રદેશ કાર્યાલયનું મહિને રૂ.60 હજાર ભાડું
તાજેતરમાં ‘આપ’નું પ્રદેશ કાર્યાલય અમદાવાદના નવરંગપુરાના બાટા શો-રૂમ પાછળ આવેલી ગલીમાં આવેલા બંગલો નંબર-3માં બનાવવામાં આવ્યું છે. આમઆદમી પાર્ટીએ નવા પ્રદેશ કાર્યાલય માટેનો બંગલો મહિને રૂ. 60000ના ભાડે લીધો છે.

1345 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે પ્રદેશ કાર્યાલય
આમઆદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના લીવ એન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટ મુજબ, મૂળ ગોવામાં રહેતા ફોલોમેના ડિસુઝા અને ડેરિયલ ડિસુઝાનો આ બંગલો છે. 1 જૂન 2021થી મે 2022 સુધીના કરાર પર દર મહિને રૂ. 60000ના ભાડે બંગલો લેવામાં આવ્યો છે. 125 સ્કવેર મીટર(1345 સ્કવેર ફૂટ)નો બે માળનો (ગ્રાઉન્ડ+ફર્સ્ટ ફ્લોર) બંગલો હવે પાર્ટી કાર્યાલય બની ગયો છે.