તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોર બેફામ:વાડજમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની રેલીમાં ચેઇન સ્નેચિંગ , 4ના ખિસ્સાં કપાયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનીષ સિસોદિયાના રેલી. - Divya Bhaskar
મનીષ સિસોદિયાના રેલી.
  • ભીડમાં દબાયેલી દીકરીને લેવા યુવક નીચે નમ્યો ને ચોર દોરો તોડી ગયો

આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની રેલી દરમિયાન એક સોનાની ચેઇન અને 4 પર્સ ચોરાયા હોવાની વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો શનિવારે શહેરમાં રોડ શો યોજાયો હતો. વાડજમાં તેમના સ્વાગત માટે મોટી ભીડ એકઠી થઈ હતી.આંબેડકરનગરમાં રહેતા રાજુ પરમાર(38) દીકરીને હેતવીને લઈને ગયા હતા. જોકે લોકોની ભીડમાં દીકરી દબાઈ ગઈ હોવાથી રાજુભાઈ તેને તેડવા માટે નીચે નમ્યા હતા. ત્યારે કોઇ ચોરે રાજુભાઈના ગળામાંથી સોનાના પેંડલ સાથેની ચેઇન (રૂ.41 હજાર) ચોરી લીધી હતી. આટલું જ નહીં હિંમતલાલ પંડ્યા, નટરાજ પરમાર અને દિનેશ ઠાકુરનું પર્સ ચોરાયું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો