તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારોની પસંદગી:અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રખિયાલ-સરસપુર વોર્ડમાં રિક્ષાચાલકને ટિકિટ આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટીની ટિકિટ પર રિક્ષાચાલક ચૂંટણી લડશે. - Divya Bhaskar
આમ આદમી પાર્ટીની ટિકિટ પર રિક્ષાચાલક ચૂંટણી લડશે.
  • એક મહિના પહેલાં આમ આદમી પાર્ટીએ 504 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું
  • ‘આપ’ના લિસ્ટમાં 31 ટકા મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું હતું

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થતાં અમદાવાદના રખિયાલ-સરસપુર વોર્ડમાં એક રિક્ષાચાલક મુનવર હુસૈન શેખને ટિકિટ આપવામાં આવી છે.

2015માં મુનવર હુસૈન શેખ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.
2015માં મુનવર હુસૈન શેખ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.

દિલ્હી મોડેલની જેમ અમદાવાદમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું
આ અંગે મુનવર હુસૈન શેખે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું 2015માં આ પાર્ટી સાથે જોડાયો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના દિલ્હી મોડલને જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું. એમાં પાણી, વીજળી અને આરોગ્ય જેવી પાયાની સવલતો આ દિલ્હી મોડલમાં મેં જોઈ છે. અહીંની સ્થાનિક સમસ્યાને 5 વર્ષ થઈ ગયા પણ કોઈ નિકાલ નથી આવ્યો. રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ સાંભળતું નથી. જેથી હું માનું છું કે આમ આદમી પાર્ટીની સાફ રાજનીતિ ગુજરાતમાં રંગ લાવશે અને દિલ્હીની જેમ અહીં પણ અમે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું.
ઉમેદવારોની માહિતી માટે ઈ-મેલ આઈડી જાહેર કર્યો હતો
આમ આદમી પાર્ટીએ જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તેમના ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે તેમના કાર્યકર સાથે સ્થાનિકોને ઉમેદવાર વિશે કાઈ માહિતી આપવી હોય એ માટે પાર્ટીએ ઈ-મેલ આઈડી પણ જાહેર કર્યો હતો, જેથી તેઓ તેમના ઉમેદવાર અંગે કોઈ ખામી જણાય તો એને બદલી શકે.

ઉમેદવારોનું પહેલું લિસ્ટ ‘આપ’ના દિલ્હીના ધારાસભ્ય આતિશીજી દ્વારા અમદાવાદમાં જાહેર કરાયું હતું.
ઉમેદવારોનું પહેલું લિસ્ટ ‘આપ’ના દિલ્હીના ધારાસભ્ય આતિશીજી દ્વારા અમદાવાદમાં જાહેર કરાયું હતું.

એક મહિના પહેલાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય આતિશીજી દ્વારા અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું હતું. સુરત, ડેડિયાપાડા, નર્મદા, મોરબી, જામનગર, પાટણ, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાના કુલ 504 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ઉમેદવારોના જાહેર કરાયેલા લિસ્ટમાં 31 ટકા મહિલા ઉમેદવારો સામેલ હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો