તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AAPનો ઓનલાઈન પ્રચાર:​​​​​​​અમદાવાદના થલતેજ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો સોશિયલ મીડિયા પ્રચાર, સમસ્યાઓના વીડિયો બનાવી વોટ આપવા અપીલ

અમદાવાદ14 દિવસ પહેલા
 • વોર્ડમાં નુકકડ સભાઓ કરી અને લોકોમાં વોટિંગ અવેરનેસ લાવવાનો પણ પ્રયાસ

રાજ્યમાં છ મહાનગરપાલિકામાં ચૂંટણીને માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના થલતેજ વોર્ડના ઉમેદવાર દ્વારા પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ શરૂ કર્યો છે. થલતેજ વોર્ડમાં જ્યાં જ્યાં સમસ્યાઓ છે તેની હકીકત દર્શાવતા વીડિયો તેઓ બનાવી અને સોશિયલ મીડિયામાં શેર કરી લોકોને આમ આદમી પાર્ટીને વોટ આપી વિકાસ થશે અપીલ કરે છે. ઉપરાંત નુકકડ સભાઓ કરી, ડોર ટુ ડોરનો પ્રચાર કરી કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલની કામગીરીથી હું પ્રભાવિત થયો છું: રોહિત ખન્ના
મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના થલતેજ વોર્ડના ઉમેદવાર રોહિત ખન્ના દ્વારા વોર્ડમાં નુકકડ સભાઓ કરી અને પ્રચાર કરવામા આવી રહ્યો છે. માત્ર વોટ માગવાની વાત નહિ પરંતુ મતદાન અંગે જાગૃતતા લાવી રહ્યા છે. રોહિત ખન્નાએ Divyabhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દિલ્લીમાં આમ આદમી પાર્ટીના ડો.અરવિંદ કેજરીવાલની કામગીરી ખૂબ જ સારી છે જેનાથી હું પ્રભાવિત થયો છું. કોરોનામાં લોકડાઉન દરમ્યાન કોર્પોરેશનની કામગીરીથી લોકો નારાજ હતા અને પ્રશાસનમાં બદલાવ જરૂરી છે. કેજરીવાલે જે રીતે દિલ્હીને બનાવ્યું છે એવું અમદાવાદ બનવું જરૂરી છે. અમે ડોર ટુ ડોર પ્રચાર કરી અને લોકોની સમસ્યાઓ જાણી છે. વોર્ડમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા અનેક વર્ષથી રોડ નથી બન્યા, પાણીની સમસ્યાઓ છે. મલાય તળાવ, મથુરાનગરી જેવા વિસ્તારમાં વિકાસ નથી થયો. આ તમામ સમસ્યાઓનો અમે વીડિયો બનાવી અને લોકો સુધી પહોચાડી રહ્યા છીએ.

અમે અલગ અલગ વિસ્તારમાં નુકકડ સભાઓ કરી છે
અમે અલગ અલગ વિસ્તારમાં નુકકડ સભાઓ કરી છે

નર્મદા પાણીનું કનેકશન નથી, બાળકોને ભણવા લાયબ્રેરી નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે અલગ અલગ વિસ્તારમાં નુકકડ સભાઓ કરી છે. નુક્કડ નાટકનો હેતુ વોટિંગ અવરનેસ માટે અને આવનારી ચૂંટણીમાં વોટ કરે. થલતેજ વોર્ડ અમદાવાદનો પોશ વિસ્તાર માનવામાં આવે છે પણ મલાય તળાવ વિસ્તારમાં જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓથી આજ સુધી વંચિત છે. નર્મદા પાણીનું કનેકશન નથી, બાળકોને ભણવા માટેની લાયબ્રેરી નથી અને બીજું ઘણું બધું. અંજતા ઈલોરામાં હજુ સુધી સારા રોડ નથી.

કેજરીવાલે જે રીતે દિલ્હીને બનાવ્યું છે એવું અમદાવાદ બનવું જરૂરી છે
કેજરીવાલે જે રીતે દિલ્હીને બનાવ્યું છે એવું અમદાવાદ બનવું જરૂરી છે

કોણ છે રોહિત ખન્ના?
રોહિત ખન્ના અનેક બિઝનેસ સાથે સંકળાયેલા છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકાથી સફળતાપૂર્વક ઓટોમોબાઇલ ડીલરશીપ સંભાળી રહ્યા છે અને વેરહાઉસ કોન્સ્ટ્રક્શન, લીઝ અને પ્રોપર્ટી રેન્ટલ બિઝનેસ પણ છે. વર્ષ 2019માં તે ગુજરાત ચેમ્બર ઓફ કૉમેર્સ અને ઇન્ડસ્ટ્રી (GCCI) ના નોલેજ પાર્ટનર તરીકે કામગીરી બજાવી ચુક્યા છે.

અમે ડોર ટુ ડોર પ્રચાર કરી અને લોકોની સમસ્યાઓ જાણી છે
અમે ડોર ટુ ડોર પ્રચાર કરી અને લોકોની સમસ્યાઓ જાણી છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો