તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત અપાતી આર્થિક સહાય માટે હવેથી જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડ ફરજિયાત નહીં. આધાર કાર્ડ, PAN કાર્ડ અથવા રેશનકાર્ડ આ ત્રણમાંથી કોઈપણ પુરાવો માન્ય ગણાશે. આ યોજનાનો લાભ મેળવવા આધારકાર્ડ ફરજિયાત મંગાતું હોવાના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીના પગલે રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનું આજે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, ત્રણમાંથી કોઇપણ પુરાવો હશે તો તેને માન્ય રખાશે. સરકારી વકીલનું નિવેદન નોંધ્યા બાદ કોર્ટે જાહેર હિતની અરજીનો નિકાલ કર્યો હતો.
આત્મનિર્ભર યોજના-1માં 69,484અને યોજના-2માં 43,316 લોકોને લોન મળી
મુખ્યમંત્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પૂન: બેઠા કરવા આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. જેમા યોજના-1માં 69,484 લોકોને તેમજ યોજના-2 43,316 લોકોને લોનની સહાય મળી શકી છે. જેથી સરકાર ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખને વધારી શકે તેવી માહિતી સામે આવી રહી છે.
કોઈ ફી કે ચાર્જ નહીં, 31 ઓગષ્ટ સુધીમાં ફોર્મ જમા કરાવવા પડશે
આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, આવા અરજી ફોર્મ રાજ્યભરમાં 1000 જેટલી જિલ્લા સહકારી બેન્ક શાખાઓ, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંક્સ અને 7 હજારથી વધુ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઝ મળી નવ હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે. આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને 31 ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવશે નહીં.
લોનના પ્રથમ 6 માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિં આવે
આ યોજના અન્વયે નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને 3 વર્ષ માટે રૂ.1 લાખ સુધીની લોન માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યું કે, આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર 2 ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ 6 માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિં આવે. 3 વર્ષ માટેની મુદતની આવી લોન સહકારી બેંકોને 8 ટકા વ્યાજે લાભાર્થીને આપવા માટે મુખ્યમંત્રીએ અપીલ પણ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.