તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:શહેરમાં આધારકાર્ડ નોંધણી અને અપડેશનની કામગીરી શરૂ, ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગમાં આવેલી ઓફિસમાં આજથી કામગીરી શરૂ

મહામારી કોરોનાના કારણે થયેલા લોકડાઉન થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. અનલોક 1 અને 2ની ગાઈડલાઈન આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા આધારકાર્ડ કેન્દ્રો પર નોંધણી અને અપડેશનની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોએ ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ લઇ અને કેન્દ્રો પર નોંધણી કે અપડેશન માટે આવે તેવી પ્રાયોગિક ધોરણે કામગીરી નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં ચોથમાળે આવેલી ઓફિસમાં શરૂ કરવામાં આવી છે.

એક જ સેન્ટર પર પ્રાયોગિક ધોરણે કામગીરી
નાગરિકોએ 07929607004 નંબર પર સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીમાં ફોન કરી અને એપોઇન્ટમેન્ટ મેળવી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નોંધણી કે અપડેટ કરાવી શકશે. પ્રાયોગિક ધોરણે હાલમાં આ એક જ સેન્ટર પર કામગીરી શરૂ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં વોર્ડ ઓફિસમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવશે. ટેલિફોનિક એપોઇન્ટમેન્ટ વગર આધારકાર્ડની નોંધણી કે અપડેશન નહીં કરી શકાય.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો