તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ યુટિલિટી:બે મહિના બંધ રહેલી આધારકાર્ડની કામગીરી આવતીકાલથી શરૂ થશે, અપોઈન્ટમેન્ટ-ટોકન વગર નોંધણી નહીં

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરના 21 આધારકાર્ડ કેન્દ્ર પર ઓરિજિનલ માન્ય પૂરાવા હશે તો જ નોંધણી અને સુધારા થઈ શકશે

કોરોનાના કારણે અમદાવાદમાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી છેલ્લા 2 મહિનાથી બંધ કરી દેવાઈ હતી. જો કે મિનિલોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયા શરૂ થતાં આવતીકાલે મંગળવારથી (8 જૂનથી) આધારકાર્ડની કામગીરી શહેરના 21 કેન્દ્રો પર શરૂ કરાશે. જો કે આ માટે જે તે વ્યક્તિએ પહેલાથી એપોઈન્ટમેન્ટ-ટોકન મેળવી લેવા પડશે. તેમજ સરકારની કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કામકાજના દિવસો દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજના 5-30 કલાક સુધી આધારકાર્ડની કામગીરી થશે. જેમાં બપોરના બે વાગ્યાથી અઢી વાગ્યા સુધી રિસેષ રહેશે.

માન્ય પૂરાવા રજુ કર્યા બાદ જ એપોઈન્ટમેન્ટ મળશે
AMCના સિટી સેન્સેસ વિભાગ દ્વારા શહેરમાં 21 આધાર કેન્દ્રો પર આધાર કાર્ડની નોંધણી અને સુધારાની કામગીરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે આવતીકાલથી શરૂ કરવાની જાહેરાત કરી છે. તે મુજબ આધારકાર્ડ નોંધણી અને સુધારા કરવા માટે એપોઈન્ટમેન્ટ સમયે યુઆઈડીએઆઈ દ્વારા માન્ય અસલ પૂરાવા રજૂ કરવા પડશે. જે તે કેન્દ્રમાં સમયના આધારે ટોકન ફાળવાશે. ત્યારબાદ આધારકાર્ડની નોંધણી કે આધારકાર્ડમાં જરૂરી અપડેશન કરાવી શકાશે.

અગાઉ આધાર કેન્દ્ર પર કામગીરીને બ્રેક લગાડાયો હતો
મહામારી કોરોનાના કારણે થયેલા મિનિ લોકડાઉન થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. એ અગાઉ અનલોક 1 અને 2ની ગાઈડલાઈન આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા આધારકાર્ડ કેન્દ્રો પર નોંધણી અને અપડેશનની કામગીરી શરૂ કરવામાં આવી રહી હતી. જોકે અમદાવાદ શહેર રાજ્યમાં કોરોનાની બીજી લહેરને પગલે 16મી એપ્રિલથી આધારકાર્ડની તમામ કામગીરી પર બ્રેક લગાવી દેવાયો હતો.

આ સેન્ટર પર આધારકાર્ડની કામગીરી થશે