તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચાંદખેડામાંથી 9.50 લાખના MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, આરોપી દિલ્હીથી ડ્રગ્સ લાવીને શહેરમાં વેચવાની પેરવીમાં હતો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • વધુ તપાસ મામલે SOGની ટીમે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો

રાજ્યમાં ડ્રગ્સની બદીને નાબુદ કરવાની પોલીસવડાની સૂચના અને શહેર પોલીસની સતર્કતાને પગલે અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે દિલ્હીથી અમદાવાદમાં લવાયેલા એમ.ડી. ડ્રગ્સ સાથે એક શખસની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. 9.50 લાખની કિંમતનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચની એસઓજીના પીઆઈ એ.ડી. પરમાર તથા પીએસઆઈ પી.આર. બાંગાની ટીમને બાતમી મળી હતી કે, એક શખ્સ દિલ્હીથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો છે. જેથી એસઓજીની ટીમે ચાંદખેડા પાસે વોચ ગોઠવીને ડ્રગ્સ પેડલર પ્રતાપસિંગ ઉર્ફે શક્તિ રાણાવતને પકડીને તેની પાસેથી 9.68 લાખની કિંમતનું 95 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આરોપીની પૂછપરછમાં અન્ય લોકોની સંડોવણી સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીના ડીવાયએસપી બી.સી. સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપી દિલ્હીથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં આવી રહ્યો હતો. જોકે તે કોની પાસેથી ડ્રગ્સ લઈને આવી રહ્યો હતો, તે મામલે તપાસ હાથ ધરાઈ છે. જેમાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે.

દિલ્હીના બે વ્યક્તિઓનાં નામ બહાર આવ્યાં
પ્રતાપસિંગની પૂછપરછમાં ડ્રગ્સ સ્વરૂપ અને દિલ્હીના નિન્ટો નામના વ્યક્તિઓએ આપ્યું હતું. જોકે આ બંને આરોપીઓ કોની પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી સપ્લાય કરતા હતા તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. એસઓજી ટીમે દિલ્હી પોલીસ સાથે સંપર્ક સાધ્યો હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...