તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મસ્જિદમાંથી મોબાઈલની ચોરી કરતો યુવક પકડાયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાણીલીમડાનો બનાવ, કોઈ નમાઝ પઢે ત્યારે નજર ચૂકવી મોબાઇલ ફોન ઉઠાવી લેતો હતો

શહેર ક્રાઇમ બ્રાંચે મસ્જિદમાં નમાઝ સમયે ઘુસીને, નમાઝ પઢતા લોકોના મોબાઈલની ચોરી કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.પી.રોજીયા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, દરમિયાન બાતમીના આધારે દાણીલીમડા ચાર રસ્તા પાસેથી મોહસીન મહંમદ પઠાણ (રહે. રોયલ ફ્લેટ,બેરલ માર્કેટ, દાણીલીમડા)ને એક્સેસ મોટર સાયકલ અને મોબાઈલ સાથે પકડી પાડ્યો હતો.

આરોપીની પૂછપરછ કરતા તેણે ચાર દિવસ પહેલાં, હિમાલય બેકરી પાસેની મોહંમદી મસ્જિદમાં નમાઝના સમયે ઘુસી જઇ નમાઝ પઢતા લોકોએ વચ્ચે મૂકેલા ફોન ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જ્યારે એક્સેસ વાહન એક મહિના પહેલા ચંડોળા પેટ્રોલ પંપ પાસેના જાહેર શૌચાલય પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પીજીમાંથી ગઠિયાએ છ મોબાઇલ ચોર્યા
ગીર સોમનાથના વતની જયનેશ મનોજકુમાર શાહ(24) વિજય ચાર રસ્તા ઓઝોન સ્ટોરની પાછળ પાવન એપાર્ટમેન્ટમાં અન્ય છોકરાઓ સાથે પીજીમાં રહે છે. રાતના સમયે તેના ખુલ્લા મકાનમાં ઘુસી આવેલો ગઠિયો 6 મોબાઈલ ફોન(કિંમત રૂ.24,500)ના ચોરી ગયો હતો. સવારે ઉઠ્યા બાદ ફોન ચોરાયા હોવાની જાણ થતા આ અંગે જયનેશ શાહે ગુજરાત યુનિર્વસીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો