ધરપકડ:અમદાવાદના નવરંગપુરાના ફ્લેટમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલો યુવક પકડાયો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરથી ID મેળવતા, પૈસાની હેરફેર આંગડિયાથી કરાતી

નવરંગપુરાના રાજભુમી એપાર્ટમેન્ટમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમાડનારા એક વ્યક્તિની પીસીબની ટીમે ધરપકડ કરી છે. તેના પાટનર તથા ભાવનગરના બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બાતમીને મળી હતી કે, નીરવ ઉર્ફે વીર દોશી તથા ધાર્મિક શાહ બંને ભેગા મળીે ભાવનગરના સામી ઉર્ફે બાજી તથા અમીત ઠક્કર નામના શખ્સો પાસેથી ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમાડવા માટે 3 જુદી જુદી એપ્લીકેશનો એક્ષચેન્જના માસ્ટર આઈડીઓ મેળવી ગ્રાહકોના બનાવટી નામ નાખી ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે.

જેથી પોલીસે રાજભૂમિ એપાર્ટમેન્ટના મકાનમાં દરોડો પાડીને નીરવ દોશી નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ સટ્ટાના પૈસા ઓનલાઈન તેમજ આંગડિયા પેઢી મારફતે સામી તથા અમિતને મોકલી આપતા હતા. આ સાથે પોલીસે નિરવના મોબાઈલમાંથી મળેલા અન્ય 12 આઈડી ધારકો સામે પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...