ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:​​​​​​​અમદાવાદમાં ખિસ્સામાં રૂ.7 લાખનું એમ.ડી ડ્રગ્સ લઈને વેચવા ફરતા યુવકની ધરકપડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 19 વર્ષનો યુવક રામોલના આમીન પાસેથી ડ્રગ્સ ખરીદીને લાવ્યો હતો

અમદાવાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ડ્રાઈવમાં છેલ્લા કેટલાક દિવસમાં અનેક આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે પણ ક્રાઈમ બ્રાન્ચે 71.28 ગ્રામના એમ.ડી ડ્રગ્સ સાથે એક 19 વર્ષના યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવક પોતાના ખિસ્સામાં ડ્રગ્સ લઈને વેચવા ફરી રહ્યો હતો, જેને ક્રાઈમ બ્રાન્ચે પકડીને વધુ તપાસ હાથ ધરી છે.

પેડલર ખિસ્સામાં ડ્ર્ગ્સ રાખીને વેચવા માટે ફરી રહ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે જુહાપુર પાસેથી મોહંમદ સોહેલ મન્સૂરી નામના યુવકની ધરપકડ કરી છે. આ યુવકને તપાસતા તેના ખિસ્સામાંથી અલગ અલગ 6 નાની થેલી મળી આવી હતી. જેમાં અલગ અલગ માત્રામાં ડ્રગ્સ હતું. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક FSLની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરી હતી, ત્યારે તમામ થેલીમાં એમ.ડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી પાસેથી 71.28 ગ્રામ એમ.ડી ડ્રગ્સ પકડાયું હતું, જેની કિંમત 7,12,800 રૂપિયા છે. આ ઉપરાંત આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન અને 29,600 રૂપિયા રોકડા મળ્યા હતા.

રામોલના યુવક પાસેથી ડ્રગ્સ ખરીદ્યાની કબૂલાત
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો આરોપી રામોલના આમીન નામના શખ્સ પાસેથી ખરીદીને લાવ્યો હતો. આ ડ્રગ્સ આરોપી વેચાણ માટે જ લાવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે 19 વર્ષના યુવક વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ કરી રહી છે. જોકે આરોપીએ અગાઉ ડ્રગ્સ લાવીને વેચ્યું હતું કે કેમ તથા અન્ય કોણ કોણ આમાં સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...