તોડફોડ:અમદાવાદના વાડજમાં ગોકુલ વિલા હોટલમાં રૂમ ભાડે લેવા મુદ્દે યુવકે તોડફોડ કરી, ઘટનાના સીસીટીવી સામે આવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
યુવકે હોટલનો રૂમ ન મળતા તોડફોડ કરી હતી
  • હોટલ સંચાલક દ્વારા વાડજ પોલીસમાં ફરિયાદ કરાતાં આરોપી યુવકની ધરપકડ
  • જરૂરી આઈડી કાર્ડ વગર હોટલમાં રૂમ ન ફાળવતા યુવકે હોટલ રૂમ અને બહાર તોડફોડ કરી હતી

અમદાવાદના વાડજમાં આવેલી ગોકુલ વિલા હોટલમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. હોટલના સ્ટાફ દ્વારા આઈડી વિના હોટલમાં રૂમ ભાડે આપવાની ના પાડતા એક યુવકે હુમલો કરી હોટલના રૂમમાં તોડફોડ કરી હતી. જો કે હોટલ સંચાલકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી યુવક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હોટલ રૂમના સીસીટીવી કબ્જે કરી ધમાલ મચાવનાર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવક પર દાદાગીરી કરવાનો આરોપ
અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક લઈને પોલીસ હરકતમાં આવી છે. જૂના વાડજ સર્કલ પર આવેલી ગોકુળ વિલા હોટલમાં યુવકે તોડફોડ કરી હતી. જેમાં આઇ.ડી વિના હોટલમાં રૂમ ભાડે નહીં આપતા યુવક ઉશ્કેરાયો હતો, પટેલ વાસમાં રહેતા જીત નાયી નામનો આ શખશ અને તેના કાકા અનેકવાર લુખ્ખી દાદાગીરી કરતા હોવાનો આરોપ લગાવાયો છે.

હોટલ બહાર પાર્ક કરાયેલા વાહનો પણ પાડી દીધા
હોટલ બહાર પાર્ક કરાયેલા વાહનો પણ પાડી દીધા

ફરિયાદને પગલે પોલીસે યુવકની ધરપકડ કરી
પોલીસમાં અનેક વખત જીત નાયી વિરુદ્ધ અરજી કરાઈ છે. જીત અવાર નવાર ખુલ્લેઆમ દાદાગીરી અને મારામારી કરતો હોવાનો આરોપ લગાવાયો છે. જીતે હોટલમાં તોડફોડ કરતાં તેની સામે ગુનો નોંધાયો છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.

વાડજ પોલીસે ઉત્પાત મચાવનાર યુવકની ધરપકડ કરી
વાડજ પોલીસે ઉત્પાત મચાવનાર યુવકની ધરપકડ કરી