ઓઢવમાં પર્યાવરણ મંદિર પાસેથી બાઈક પર પસાર થઈ રહેલા ત્રણ યુવકને રિક્ષાએ ટક્કર મારી હતી, જેથી ત્રણેયને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જેમાં બે દિવસની સારવાર બાદ એક યુવકનું મોત નીપજ્યંુ હતંુ. આ મામલે ટ્રાફિક પોલીસે ફરાર રિક્ષાચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનમાં રહેતા યોગેન્દ્રભાઈ ડોલિયા તેમના અમદાવાદ એસપી રિંગ રોડ ખાતે રહેતા મોટા ભાઈ ધર્મેદ્રના ઘરે આવ્યા હતા. ગત 31 ડિસેમ્બરના રોજ ધર્મેદ્ર,યોગેશ અને મિત્ર પ્રકાશ ત્રણેય બાઈક લઈને વસ્ત્રાલમાં આઈસક્રીમ ખાવા ગયા હતા. રાત્રીના સમયે ઓઢવ પર્યાવરણ મંદિર પાસે એક બેફામ બનેલી રિક્ષાએ ધર્મેદ્રભાઈના બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે ત્રણેય જમીને પટકાઈ પડ્યા હતા, જેમાં યોગેન્દ્રને માથાના અને ઘૂંટણના ભાગે તથા ઓમપ્રકાશને ખભાના ભાગે ઈજા પહોંચી હતી.
જ્યારે ધર્મેદ્રભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયા હતા. આથી તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બે દિવસની સારવાર બાદ ધર્મેદ્રભાઈનું મોત નીપજ્યંુ હતંુ. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર રિક્ષાચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.