તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા હેલ્પલાઈન:અમદાવાદમાં યુવતીને જેઠે ગાળાગાળી કરી અને પતિએ ઘરમાંથી કાઢી મૂકી તો ઇન્દિરાબ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચી ગઈ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઈનને જાણ કરતા ટીમ તાત્કાલિક પહોંચી યુવતીને સમજાવી પિયર મોકલી

સમાજમાં સાસરિયાઓના ત્રાસના કારણે મહિલાઓને ઘર છોડી પિયરમાં રહેવું પડે છે અથવા કોઈ મહિલા આત્મહત્યા કરી પોતાની જિંદગી ગુમાવી દે છે. અમદાવાદમાં સાસરીમાં જેઠનું દેવું પૂરું કરવા પતિને લોન લેવા અને ઘરેણાં વેચી દેવાનો ઇનકાર કરતા જેઠે અપશબ્દો બોલી પતિએ ઘરમાંથી કાઢી મૂકતા યુવતી ઇન્દિરાબ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચી હતી. જો કે જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઈનને જાણ કરતા ટીમ ત્યાં આવી પહોંચી હતી. તેમના ભાઈને જાણ કરી સાથે પિયરમાં મોકલી જિંદગી બચાવી લીધી હતી.

યુવતીના લગ્ન થયા બાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી. પરિવારમાં જેઠને આર્થિક રીતે ખૂબ જ દેવું થઈ ગયું હતું. જેઠ પોતાનું દેવું ભરી શકે તેવી પરિસ્થિતિમાં હતા નહિ. જેથી તેમણે નાના ભાઈ જેઓ સારી નોકરી કરતા હોય સ્થિતિ સારી હતી. મોટાભાઈએ નાનાભાઈને લોન લઈ અને તેની પત્નીના દાગીના વેચી આર્થિક દેવું ભરપાઈ કરવા માટે કહ્યું હતું. પિયરમાંથી મા-બાપે આપેલા દાગીનાને વેચવાની અને લોન લીધા બાદ હપ્તા પણ ભરવાના થતા હોય યુવતીએ આ બાબતનો વિરોધ કર્યો હતો. પતિએ અને જેઠે યુવતી સાથે ઝઘડો કરી અને વિરોધ કેમ કરે છે કહ્યું હતું.

પતિએ ઘરમાંથી જતી રહે એવું કહી દીધું હતું જ્યારે જેઠે તેને અપશબ્દો કહ્યા હતા. પોતાના પતિએ જ ઘરમાંથી જતા રહેવા અને જેઠે અપમાન કરી બોલાચાલી કરતા યુવતીને લાગી આવ્યું હતું અને પોતે ઇન્દિરાબ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચી હતી. જો કે એક વ્યક્તિ બહેનને આત્મહત્યા કરવા આવ્યા હોવાનું જોઈ મહિલા હેલ્પલાઈનને ફોન કરી જાણ કરતા ટીમ આવી હતી. ગાંધીનગરમાં એક ગામ પાસે યુવતીનું પિયર આવેલું હતું જેથી તેમના ભાઈને જાણ કરી હતી અને પિયરમાં મોકલી ફરી આવી રીતે આત્મહત્યા કરવાનું ન વિચારવા કહી સમજાવી જિંદગી બચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો