તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ:અમદાવાદના સિંધુભવન પાસેની હોટલમાં લગ્નમાં આવેલો યુવક બીજા માળેથી નીચે પટકાતા મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાજ હોટલની ફાઈલ તસવીર - Divya Bhaskar
તાજ હોટલની ફાઈલ તસવીર
  • જાનૈયા સાથે આવેલો યુવક અકસ્માતે હોટલના પેસેજમાંથી નીચે પડતા મોતને ભેટ્યો

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલમાં એક યુવક બીજા માળેથી પડી જતા તેનું મોત નીપજ્યું છે. આ સમગ્ર બનાવમાં પોલીસે હાલ અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ યુવક લગ્ન પ્રસંગમાં જાનૈયા તરફથી આવ્યો હતો. પરંતુ હજી આ કેસમા મહત્વની વિગતો શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે અમદાવાદની સિંધુ ભવન પાસે આવેલી આ હોટેલમાં લગ્ન પ્રસંગ હતો. જેમાં લગ્નમાં યુવક અને યુવતી તરફથી મહેમાનો આવ્યા હતા. આ લગ્નમાં હાજર એક યુવક બીજા માળે આવેલી સીડીઓના પેસેજમાંથી અચાનક નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી.

હોટેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારા મહેમાનો અને સ્ટાફની સુરક્ષા એ અમારા માટે સર્વોપરી છે. આજે સવારે બનેલી આ કમનસીબ ઘટના અંગે અમે આઘાત અનુભવી છીએ અને આ સમયે મહેમાન પરિવારને અમારી સાંત્વના છે. અમે આ ઘટનામાં તેમની તપાસમાં સત્તાવાળાઓને સહકાર આપી રહ્યા છીએ.

આ બનાવમાં યુવકનું મોત નિપજ્યું છે આ અંગે સરખેજ પોલીસ દ્વારા મળતી સત્તાવાર માહિતી પ્રમાણે યુવકનું નામ અમિતકુમાર દિનેશ ઠાકુર હોવાનું જાણવા મળ્યું છે. જેનું હાલનું સરનામું નરોડા છે. હજી તેના વિશે વધુ વિગત મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ આ બનાવમાં અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આ કેસમાં લગ્નમાં સામેલ બન્ને પક્ષના લોકોના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.