વિવાદ:રોડ પર ચાલવાની ના પાડનારા યુવક પર ચપ્પાથી હુમલો કરાયો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કૃષ્ણનગર અકુંર સોસાયટીમાં નવા બનતા આરસીસી રોડ પર ચાલવાની ના પાડતાં 3 જણાંએ ઉશ્કેરાઇને યુવકને ગાળો બોલી, ચપ્પાના ઘા મારી ભાગી ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

કૃષ્ણનગર અંકુર સોસાયટીમાં રહેતા ભરતભાઇ પ્રજાપતિની સોસાયટીમાં નવો આરસીસી રોડ બની રહ્યો હતો. રાત્રે 8.30 વાગે તેઓ સોસાયટીના નાકે ઉભા હતાં ત્યારે વિજય કામદાર સોસાયટીમાં રહેતા વિશાલ અને તેના બે મિત્રો નવા બનતા રોડ પર ચાલતા હતાં, તેથી ભરતભાઇએ તેમને બની રહેલા રોડ પર ચાલવાની ના પાડતાં વિશાલ અને તેના મિત્રોએ ગુસ્સે થઇ ગયા હતા. તેમણે ગાળો બોલી મારઝૂડ કરી અને ભરતભાઇને કાનના ભાગે ચપ્પાના ઘા મારી ભાગી ગયા હતાં. ઇજાગ્રસ્ત ભરતભાઇને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...