યુવક ડ્રગ્સ સાથે ઝડપાયો:નવરંગપુરામાંથી 60 હજારનું એમડી ડ્રગ્સ વેચવા આવેલો યુવક ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનારાને પોલીસ શોધે છે

નવરંગપુરામાં રિદ્ધિ કોમ્પ્લેક્સના પાર્કિગમાંથી રૂ.60 હજારની કિંમતના 6 ગ્રામના જથ્થા સાથે 28 વર્ષના એક યુવકીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. યુવકને ડ્રગ્સનો જથ્થો આપનારા સમીર વાળાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. એલ.સી.બી. ઝોન-1 ને બાતમી મળી હતી કે, નવરંગપુરાના રિદ્ધિ કોમ્પ્લેક્સના પાર્કિગમાં એક યુવક નશીલો પદાર્થ વેચવા આવવાનો છે. થોડી વારમાં બાતમી મુજબના વર્ણન વાળો યુવક ટુ-વ્હિલર લઇને આવ્યો હતો. જેને એલસીબીની ટીમે પકડી લીધો હતો. પૂછપરછમાં તેનું નામ રિશિરાજ જોષી (રહે. નારણપુરા) હોવાનું જાણ‌ા મળ્યું હતું. તપાસ કરતાં તેની પાસેથી રૂ.60 હજારની કિંમતનું 6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

સાણંદમાંથી પણ 1 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું
સાણંદના ઉલારિયા ગામના પાટિયા પાસે સોમવારે રાત્રે એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહેલા દરિયાપુરના સાકીર જમીલમિયા શેખને ગ્રામ્ય એસઓજીની ટીમે પકડી લીધો હતો. તેની પાસેથી 1 લાખની કિંમતનું 11.100 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું હતું. અન્ય એક યુવકને વોન્ટેડ જાહેર કરાયો છે.થોડાક મહિનાઓ અગાઉ સાણંદ પાસેથી ખાનગી ટ્રાવેલ્સમાં પ્રતિબંધિત મેફેડ્રોન (એમ.ડી.) જઈને જતાં 3 ઈસમ પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...