અમદાવામાં નાની નાની બાબતોમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરના માધવપુરા વિસ્તારમાં ઈદના દિવસે એક યુવકને છરીના ઘા મારીને રહેંસી નાંખવામાં આવ્યો હતો. મૃતકના ભાઈએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાથે તથા પેટના ભાગે છરી મારીને ઘાયલ કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ઈદના તહેવારના દિવસે મોહમ્મદ સારીદ તેના દોસ્ત ઉજેફ સાથે સરખેજ રોઝા ખાતે ફરવા ગયો હતો. આ દરમિયાન ઉજેફના ભાઈનો ફોન આવ્યો હતો અને તેણે મોહમ્મદ સારીદ સાથે વાત કરવા કહ્યું હતું. ઉજેફના ભાઈ જુનેદ લતિફ અહેમદે મોહમ્મદ સારીદને કહ્યું હતું કે, તારા ભાઈ મોહમ્મદ તાહિરને મહાકાળી મંદિર જવાના રસ્તે ગજરાજની ચાલીના નાકે ફિરોજ ઉર્ફે બાબા ગોલ્ડન મેહમુદભાઈએ હાથે તથા પેટના ભાગે છરી મારીને ઘાયલ કર્યો છે. જેથી તારા ભાઈને હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સિવિલના ડોક્ટરે મૃત જાહેર કર્યો
સિવિલ હોસ્પિટલમાં ગયેલા મોહમ્મદ સારિદને તેની માતાએ કહ્યું હતું કે, ફિરોજ રાત્રિના સમયે આપણાં ઘરે આવ્યો હતો અને કહેતો હતો કે તારો છોકરો અયાન ક્યાં છે આજે તો હું તેને મારી નાંખીશ. આટલું કહીને તે જતો રહ્યો હતો. થોડીવારમાં આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, મહાકાળી મંદિર તરફના રસ્તે આ ફિરોજે અયાનને છરી મારી છે અને અયાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. માતા અને આસપાસના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં ત્યારે ડોક્ટરે આયાનની સારવાર શરૂ કરી હતી. ત્યાર બાદ તેને મૃત જહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.