• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Young Man Went To Drop Off A Woman Working At An Event In Ahmedabad At Night, Her Husband Hit Her Saying Where Are You Going With My Wife

ધરમ કરતાં ધાડ પડી:અમદાવાદમાં ઈવેન્ટનું કામ કરતી મહિલાને યુવક રાત્રે ઘરે મુકવા ગયો, તું મારી પત્નીને લઈ ક્યાં ફરે છે કહી મહિલાના પતિએ ફટકાર્યો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાએ પોલીસ બોલાવતા સાસરિયાં ફરાર થઇ ગયા
  • યુવકે ફરિયાદ કરતાં વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદમાં જુહાપુરાના અંબર ટાવર પાસે ઇવેન્ટમાં કામ કરતી ચાર મહિલાઓને કારમાં બેસાડી મોડી રાત્રે ઘરે મુકવા ગયેલા યુવક પર ગુરુવારે હુમલો થયો હતો. એક મહિલાના પતિએ યુવકને રોકી 'તું મારી પત્નીને લઈ ક્યાં ફરે છે' તેમ કહી મારમાર્યો હતો. મહિલા વચ્ચે પડતા તેના સાસરિયાંએ તેને પણ મારમારી હતી. બનાવ અંગે મહિલાએ પોલીસને જાણ કરતા આરોપીઓ ભાગી ગયા હતા.

યુવકે ચાર જણા વિરુદ્ધ ફરિયાદ કરી
વેજલપુર પોલીસે યુવકની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વિશાલા સર્કલ પાસે અલમુકામ ફ્લેટમાં રહેતાં અને ફર્નીચરની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અકબર બલસારાએ ચાર જણા વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ અકબર ગત મોડી રાત્રે એક વાગ્યે રાણીપ ખાતે ઇવેન્ટ પુરી કરી તેની મિત્ર સહિત ચાર મહિલાને પોતાની કારમાં ઘરે ઉતારવા નીકળ્યો હતો.

યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ( ફાઈલ ફોટો)
યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ( ફાઈલ ફોટો)

આરોપીઓએ મહિલાને પણ માર માર્યો હતો
દરમિયાન અંબર ટાવર પાસે તેની મિત્રના પતિ સહિત બે જણાએ કાર રોકી હુમલો કર્યો હતો. અકબર પર મહિલાના પતિના મિત્રે છરી વડે હુમલો કર્યો તેમજ માથામાં પથ્થર માર્યો હતો. અકબરને મારવા માટે તેની મહિલાના મિત્રના પતિના પિતરાઈ ભાઈઓ પણ આવ્યા હતા. આરોપીઓએ મહિલાને પણ માર માર્યો હતો. બનાવને પગલે અકબરને ઇજાઓ થઈ હતી તેમજ તેની સોનાની ચેઇન ખોવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...