તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:યુવતીનું બોગસ ID બનાવી કોલગર્લ તરીકે બદનામ કરનાર યુવક પકડાયો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠાનો યુવક મેટ્રિમોનિયલ સાઈટ પરથી યુવતીના સંપર્કમાં આવ્યો હતો

એક યુવતીનું સોશિયલ મીડિયામાં બોગસ એકાઉન્ટ બનાવી તેને કોલગર્લ તરીકે બદનામ કરવામાં આવી હતી, જેના પગલે યુવતીના મોબાઈલ પર અજાણ્યા લોકો ફોન કરીને બિભત્સ માંગણી કરતા હતા. અંતે કંટાળીને યુવતીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે બોગસ એકાઉન્ટ બનાવનારા યુવકની ધરપકડ કરી હતી.

સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના નામનું સોશિયલ મીડિયામાં બોગસ એકાઉન્ટ કોઈએ ખોલ્યું છે, જેમાં તેના નામની નીચે કોલગર્લ લખી તેનો ફોન નંબર મુકી દેવામાં આવ્યો છે, જેના કારણે તેના મોબાઈલ પર સતત અજાણ્યા લોકોના ફોન આવતા હતા. જેઓ તેની પાસે બિભત્સ માંગણી કરીને હેરાન પરેશાન કરી રહ્યા છે. પોલીસે તપાસના અંતે સાબરકાંઠાના તલોદમાં રહેતા રોશનકુમાર ઉર્ફે પપ્પુ પ્રકાશચંદ્ર મહેતાની ધરપકડ કરી હતી. રોશને જણાવ્યું હતું કે,તે મેટ્રીમોનિયમ સાઈટ મારફતે યુવતીના સંપર્કમાં આવ્યો હતો.

દરમિયાન રોશનકુમારની અન્ય યુવતી સાથે સગાઈ થઇ જતા યુવતી ગુસ્સે થઈ હતી અને તેની સાથે ઝઘડો કરવા લાગી હતી અને જેમ તેમ બોલવા લાગી હતી, જેથી રોશને યુવતી સાથે બદલો માટે માટે સોશિયલ મીડિયામાં તેનું બોગસ એકાઉન્ટ બનાવી તેને કોલગર્લ તરીકે બદનામ કરી તેના મોબાઈલ નંબર પણ લખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...