તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધમાં છેતરપિંડી:અમદાવાદી મહિલાએ FB પર મુંબઈના યુવકના પ્રેમમાં પડી ફુલહાર કરી લગ્ન કર્યા, લગ્ન બાદ યુવકે મહિલાને મારી સગાઈ થઈ ગઈ છે કહી તરછોડી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરમાં પ્રેમ સંબંધોથી લઈને લગ્ન જીવનમાં ચીટિંગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી મહિલાને ફેસબુક પર મુંબઈના યુવક સાથે પ્રેમ થઈ જતા ફુલહાર કરી લગ્ન કર્યા. ત્યાર બાદ બન્ને અલગ-અલગ હોટલમાં રોકાયા હતા. પરંતુ હવે યુવકે અન્ય યુવતી સાથે સગાઈ થઈ ગઈ હોવાનું કહી મહિલાને તરછોડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવકે મહિલાને રિવરફ્રન્ટ પર મળવા બોલાવી કહ્યું- તું મને ભુલી જા
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઘાટલોડિયામાં રહેતી મહિલા સાથે ચાંદખેડામાં કુલહાર કરી અને લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ આ યુવક મુંબઈ જતો રહ્યો હતો. મુંબઈ ગયા બાદ યુવકે મહિલાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન એક દિવસ યુવક અમદાવાદ આવ્યો અને મહિલાને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવી હતી. જ્યાં યુવકે મહિલાને જણાવ્યુ હતુ કે, તું મને ભુલી જા મારી બીજી છોકરી સાથે સગાઈ થઈ ગઈ છે તેમ કહી ત્યાંથી ચાલ્યો હતો. ફુલહાર કર્યા બાદ અન્ય મહિલા સાથે સગાઈ કરી છેતરપીંડી કરી હોવાની જાણ થતા મહિલાએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નની નોંધણી પછી કરાવીશું કહી યુવક ચાલ્યો ગયો
ઘાટલોડિયામાં રહેતી 45 વર્ષીય મહિલા ફેસબુકના માધ્યમ દ્વારા મુંબઈ ખાતે રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. થોડા દિવસ ફેસબુક પર વાતો કરતા કરતા બંન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો અને બંન્ને અવાર નવાર મળવા લાગ્યા. આ દરમિયાન યુવકના પરિવારે મહિલા સાથેની વાતચીતમાં લગ્ન કરવાની વાત કરી હતી. જેને પગલે બંનેએ ચાંદખેડાના એક મંદિરમાં ફુલહાર કર્યા હતા. ત્યારબાદ ચાર દિવસ અલગ અલગ હોટલમાં બંન્ને રોકાયા હતા. ત્યાર બાદ યુવક લગ્નની નોંધણી પછી કરાવીશું કહી મુંબઈ કામ હોવાનું કહીને મહિલાને મુકીને ચાલ્યો ગયો હતો. જો કે મહિલા ફોન કરે તો પણ યુવક ફોન ઉપાડતો ન હતો.

યુવકના પિતા મહિલાને ધાક ધમકી આપવા લાગ્યા
અચાનક એક દિવસ યુવકે મહિલાને ફોન કરી અમદાવાદ રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ યુવકે મહિલાને જણાવ્યુ હતુ કે, તું મને ભુલી જા મારે બીજી છોકરી સાથે સગાઈ થઈ ગઈ છે તેમ કહી ત્યાંથી ચાલ્યો ગયો. જો કે મહિલા અવાર નવાર યુવકને ફોન કરે ત્યારે યુવક અને તેના પિતા મહિલાને ધાક ધમકી આપવા લાગ્યા હતા. જેથી મહિલાને લગ્નની લાલચ આપી પોતાની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મુંબઈમાં રહેતા યુવક અને તેના પિતાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો