વિશ્વાસઘાત:અમદાવાદના ઘાટલોડિયાથી શિક્ષિકાનું એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અપહરણ કરી ઓફિસમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર પાસેથી બ્લેકમેઇલ કરી મારમારી કારમાં અપહરણ કર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 40 વર્ષીય પરણિતાને ઘર પાસેથી અપહરણ કરી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફેસબૂકથી બંને મિત્રો બન્યા હતા
શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં 40 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. પરિણીતા ટીચર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ફ્રી સમયમાં સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હતા. દરમિયાનમાં વસ્ત્રાલની ત્રિદેવ સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રૂપેશ ચંદુભાઈ પટેલ સાથે ફેસબૂક પર પરિચય થયો હતો. લાંબા સમયથી પરિણીતા તેના પરિચયમાં હતી. આ દરમિયાન શનિવારે પરિણીતાને બ્લેકમેલ કરી રૂપેશ તેના ઘાટલોડિયાના મકાન ઉપર પહોંચી મારમારી કરી લઈ ગયો હતો.

શિક્ષિકાએ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
પરિણીતાના પતિ અને પરિવારને જાણ કરીશ તેમ કહી પરિણીતાને કારમાં બેસાડી લઈ ગયો હતો. પરિણીતાને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કોઈ ઓફીસ જેવી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં પરિણીતાને છોડી મૂકી હતી. આ અંગે પરિણીતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...