અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ટ્રેન ઉપડી ત્યારે મહિલાના માથા નીચેથી પર્સ ચોરીને એક યુવક ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. પર્સની અંદર દાગીના અને રોકડ સહિત 9.43 લાખની કિંમતી વસ્તુઓ હતી. સમગ્ર મામલે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યુવક માથા નીચેથી પર્સ લઈને ફરાર
મુંબઇમાં રહેતા લાદુરામ વ્યાસ તેમના પત્ની સરલાબેન સાથે જોધપુરથી બોરીવલી સુધી મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે સવારે 4:45 વાગે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી હતી. તેમના પત્નીએ માથા નીચે પર્સ રાખ્યું હતું. ટ્રેન ચાલુ થઈ ત્યારે 20થી 22 વર્ષનો યુવક ઓરેન્જ કલરની ટીશીર્ટ પહેરીને આવ્યો હતો. જે પર્સ લઈને ભાગ્યો અને ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો હતો. દંપતી વૃદ્ધ હોવાથી તેને પાછળ દોડીને પકડી શકાયો નથી.
રેલવે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
પર્સમાં સોનાની ચેન, બંગાળી, વીંટી, કળા, મંગળસૂત્ર, રોકડ રકમ, ફોન સહિત 9,43,000ની કિંમતની વસ્તુઓ હતી, જે ચોર ચોરીને ભાગી ગયો છે. જેથી લાદુરામે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રેલવે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.