તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેવાનિયત:યુવકે સોશિયલ મીડિયા પર હથેળી પર કાપા મારેલો ફોટો મૂક્યા, ગભરાયેલી યુવતી મઘ્યપ્રદેશથી અમદાવાદ દોડી આવી, અનેકવાર દુષ્કર્મ આચર્યું

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઈન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલી તસવીર. - Divya Bhaskar
ઈન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલી તસવીર.
 • યુવતીના પિતાએ ઉજ્જૈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ હવે આ કેસની તપાસ અમદાવાદ પોલીસને સોંપવામાં આવી છે

એકબીજાને જોયા વગર કલાકો સુધી વાતો કરતાં અનેક યુવક-યુવતીઓને સોશિયલ મીડિયાના વળગણની ખૂબ ખરાબ અસર થઈ છે. હાલમાં અમદાવાદના એક યુવકે મધ્યપ્રદેશની એક યુવતીને ફસાવવા માટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હથેળી પર કાપા મારેલો ફોટો મૂકીને અમદાવાદ આવવા મજબૂર કરી હતી. યુવતી અમદાવાદ આવ્યા બાદ યુવકે યુવતીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ મામલે યુવતીએ ઉજ્જૈન પોલીસને જાણ કરતાં તપાસનો ધમધમાટ અમદાવાદ સુધી લંબાયો છે.

ફોટા જોઈને યુવતી અમદાવાદ આવી પહોંચી
મધ્યપ્રદેશની નિશા (નામ બદલ્યું છે ) ઉજ્જૈનમાં પરિવાર સાથે રહે છે. સામાન્ય યુવતીની જેમ તે પણ પોતાના પરિવાર સાથે ખુશ રહેતી હતી, પરંતુ એક દિવસ તેના મોબાઈલમાં સોશિયલ મીડિયા અકાઉન્ટમાં મિત્રતાની રિકવેસ્ટ આવી અને એને તેણે કબૂલી લીધી હતી. ધીમે ધીમે માલૂમ પડ્યું કે આ રિકવેસ્ટ મોકલનાર અમદાવાદનો યુવક છે. તેણે પોતાની ઓળખ જિદ્દી છોકરા તરીકે આપી હતી. રોજ રોજ વાતો થતી પણ નિશા આ યુવકની માનસિકતા જાણી શકી નહીં .એક દિવસ તેના પર એક મેસેજ આવ્યો અને તેણે હથેળી પર કાપા મારેલો ફોટો જોયો હતો. નિશા ગભરાઈ ગઈ, તે કઈ સમજે એટલામાં અમદાવાદના યુવકે તેને ફોન કર્યો અને કહ્યું જો તું મને મળવા અમદાવાદ નહીં આવે તો હું મરી જઈશ, જેથી નિશા ગભરાઈ ગઈ અને ઘરે બહાનું કરીને તે અમદાવાદ પહોંચી હતી.

યુવકે ખાડિયા પાસેની હોટલમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું
અમદાવાદ આવતાં નિશાને પેલો યુવક મળવા આવ્યો અને ખાડિયા પાસેની બદનામ હોટલમાં લઈ ગયો અને ત્યાં નિશા પર તેણે બળાત્કાર ગુજાર્યો હતો. જેથી નિશા રડવા લાગી હતી, પરંતુ યુવકે નિશાને કહ્યું, હું તારી સાથે લગ્ન કરી લઈશ. મને થોડો ટાઈમ આપ, જેથી નિશા માની ગઈ હતી અને ઉજ્જૈન પરત જતી રહી હતી. ફરી આ યુવકે આ રીતે બ્લેકમેઇલ અને લગ્નની લાલચ આપીને નિશા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, પરંતુ હવે એ યુવકનો ફોન બંધ થઈ ગયો છે. તે યુવકે તેની સાચી ઓળખ આપી કે નહીં એ પણ હજી નિશાને ખબર નથી. જેથી નિશાએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ પિતાને કરી હતી. નિશાના પિતાએ આ અંગે ઉજ્જૈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ હવે આ કેસની તપાસ અમદાવાદ પોલીસને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો