• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Young Man From Ahmedabad Contacted A Young Woman From Mumbai On Social Media And Called Her To Ahmedabad Under The Pretext Of Giving Her A Job At The Airport.

ક્રાઇમ:યુવકે મુંબઈની યુવતીનો સોશિયલ મીડિયાથી સંપર્ક કરી એરપોર્ટ પર નોકરી અપાવવાના બહાને અમદાવાદ બોલાવી દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ, કેસ અમદાવાદ એરપોર્ટ પોલીસને ટ્રાન્સફર કરાયો

મુંબઈમાં રહેતી યુવતીને અમદાવાદ એરપોર્ટ પર નોકરી આપવાનું કહીને મુંબઇનો યુવક અમદાવાદ લાવ્યો હતો. બાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી પરત મુંબઈ જતી રહી હતી. બાદમાં દુષ્કર્મ ગુજારનાર યુવકની વિરુદ્ધમાં મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અમદાવાદમાં બની હોવાથી નાલાસોપારા પોલીસે અમદાવાદ એરપોર્ટ પોલીસને કેસ ટ્રાન્સફર કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

તારે ઈન્ટરવ્યુ આપવા માટે અમદાવાદ આવવું પડશે
મુંબઈના અંધેરીમાં રહેતા 25 વર્ષીય વિશાલ રાજપૂત નામના યુવકે સોશિયલ મીડિયાના મારફત મુંબઈમાં રહેતી 25 વર્ષીય યુવતીનો સંપર્ક કર્યો હતો. બાદમાં બન્ને વચ્ચે વાતચીતો શરૂ થઈ હતી અને યુવતીને નોકરીની જરૂર હોવાથી તેણે વિશાલ રાજપૂતને આ અંગેની જાણ કરી હતી. ત્યારે વિશાલે યુવતીને અમદાવાદ એરપોર્ટ પર નોકરી અપાવવાની વાત કરી હતી. જેથી યુવતી વિશાલની વાતમાં આવી ગઈ હતી. આ દરમિયાન એક દિવસ વિશાલે યુવતીને ફોન કરીને જાણ કરી હતી કે અમદાવાદ એરપોર્ટ પર તને નોકરી મળી જશે જોકે તારે ઈન્ટરવ્યુ આપવા માટે અમદાવાદ આવવું પડશે. જેથી યુવતી એરપોર્ટમાં નોકરીની લાલચે મુંબઈથી અમદાવાદ આવી હતી. બાદમાં વિશાલે યુવતીને હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

તપાસના કાગળો એરપોર્ટ પોલીસ સ્ટેશનને મોકલી આપ્યા
આ ઘટના બાદ યુવતીના એરપોર્ટમાં નોકરી લેવા આવી અને તેની સાથે આવો બનાવ બન્યો હતો, જેથી તે વિશાલને કંઈ પણ કહ્યા વગર મુંબઈ પરત જતી રહી હતી. બાદમાં તેણે મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં વિશાલ રાજપૂતની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જોકે ઘટના અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાથી તપાસના કાગળો એરપોર્ટ પોલીસ સ્ટેશનને મોકલી આપ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પોલીસે મરાઢી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ફરિયાદ ટ્રાન્સફર કરીને વિશાલની વિરુદ્ધમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...