મોટેરામાં રહેતા અનિલ ચૌહાણ તેમનું ટુવ્હિલર લઈને ત્રાગડ ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે ત્રાગડ ગામ ફાટક પછીના વળાંકમાં ડમ્પરચાલકે ટક્કર મારતાં અનિલભાઈ પટકાઈ પડ્યા હતા. અકસ્માત બાદ ડમ્પરચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત અનિલભાઈને હોસ્પિટલ મોકલી આપ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ડમ્પરચાલકે ટુવ્હિલરને ટક્કર મારી
આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી એક ઘટના જુહાપુરામાં બની હતી. સરખેજમાં રહેતા 59 વર્ષીય અનીશાબાનુ શેખ જુહાપુરાથી સરખેજ તરફ ગુલજાર પાર્કના ગેટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે ટુવ્હિલરચાલકે અનીશાબાનુંને ટક્કર મારી હતી, જેના કરણે તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં. ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.