દિલધડક રેસ્ક્યુના LIVE દ્રશ્યો:અમદાવાદમાં આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી યુવક આપઘાત કરવા એલિસબ્રિજની રેલિંગ ઓળંગીને ઉભો રહ્યો, ફાયરના કર્મચારીએ જીવ બચાવ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
યુવક નદીમાં ઝંપલાવવા જઈ રહ્યો હતો ત્યારે આસપાસથી પસાર થતા લોકોએ હાથ પકડી લીધો - Divya Bhaskar
યુવક નદીમાં ઝંપલાવવા જઈ રહ્યો હતો ત્યારે આસપાસથી પસાર થતા લોકોએ હાથ પકડી લીધો

અમદાવાદ શહેરના એલિસબ્રિજ પર બપોરના સમયે 18 વર્ષના યુવકે રેલિંગ ક્રોસ કરીને બ્રિજ પર ઉભા રહીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે રસ્તા પરથી પસાર થતા લોકોએ યુવકને પકડીને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગના જવાને જીવના જોખમે બ્રિજ અને નદી વચ્ચે ઉભા રહેલા યુવકનો જીવ બચાવ્યો હતો.

રેસ્ક્યુ ટીમ પણ પણ બ્રિજની નીચે જ ઉભી રહી હતી
ગુલબાઈ ટેકરા પાસે રહેતા 18 વર્ષનો યુવક બપોરે 3:30 વાગે આસપાસ એલિસબ્રિજ પરની રેલિંગ ઓળગીને બ્રિજ પરથી નદીમાં ઝંપલાવવા જઈ રહ્યો હતો તે દરમિયાન આસપાસથી પસાર થતા લોકોએ ઉભા રહીને વ્યક્તિનો હાથ પકડી લીધો હતો અને ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ ફાયરની એક ગાડી બ્રિજ પર આવી હતી. જેમાંથી ફાયરના એક જવાને યુવકને પકડી બચાવી લીધો હતો.આ દરમિયાન રિવર રેસ્ક્યુ ટીમ પણ પણ બ્રિજની નીચે જ ઉભી રહી હતી. જેથી યુવક નીચે પડે તો તેને બચાવી શકે.

યુવક રેલિંગ ક્રોસ કરીને આપઘાત કરવા પહોંચી ગયો હતો
બ્રિજ પર રેલિંગ બનાવી હોવા છતાં યુવક રેલિંગ ક્રોસ કરીને આપઘાત કરવા પહોંચી ગયો હતો. જોકે ફાયર જવાન અને લોકોએ સાથે મળીને જીવ બચાવી લીધો હતો અને વ્યક્તિને એલિસબ્રિજ પોલીસને સોંપ્યો હતો.પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવકની માનસિક સ્થિતિ ખરાબ હતી અને ઘરમાં પણ આર્થિક તકલીફ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...