એક તરફી પ્રેમમાં આત્મહત્યા:અમદાવાદમાં યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવક સીટીએમ બ્રિજ પર જાહેરમાં પેટ્રોલ છાંટી સળગી ગયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ લોકોનો જીવ લઈ પણ લે છે અને જીવ પણ આપી દેતા હોય છે તેવા અનેક કિસ્સા સામે આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવક રણજીત સોનીએ સીટીએમ ડબલડેકર બ્રિજ પર જાહેરમાં પેટ્રોલ છાંટી અને સળગી જઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવક સીટીએમ બ્રિજ પર પહોંચ્યો હતો અને ત્યાં જ પેટ્રોલ છાંટી અને દિવાસળી ચાંપીને પોતાને આગ લગાડી દીધી હતી.

ત્યાર બાદ ગંભીર રીતે દાઝેલા યુવકને લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો આ મામલે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ સીઆર રાણાએ જણાવ્યું હતું કે એક યુવકે બ્રિજ પર જાહેરમાં પેટ્રોલ છાંટી સળગી જઈ આત્મહત્યા કરી હતી અને આ મામલે અકસ્માત મોત નોંધવામાં આવી છે.

રણજીતને બચાવવા આસપાસના લોકો પહોંચ્યો
રામોલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બાપુનગર વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રણજીત સોની (ઉં.વ.30) રહેતો હતો. બે દિવસ પહેલાં બપોરના સમયે સીટીએમ બ્રિજ પર રણજીતભાઈ પહોંચ્યા હતા અને પેટ્રોલ છાંટી તેઓએ પોતાની જાતને સળગાવી દીધી હતી આસપાસના લોકો ભેગા થઇ ગયા અને તેઓને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. જયાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ રામોલ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

રામોલ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે રણજીતભાઈને એક યુવતી સાથે એકતરફી પ્રેમસંબંધ હતો અને યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી જેથી તેઓને લાગી આવતા તેઓએ પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...