ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2022નું તા.10/10/2022થી તા.12/01/2022 દરમ્યાન આયોજન થનાર છે. જે અન્વયે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમદાવાદ દ્વારા ઔ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે અમદાવાદ જિલ્લાના તમામ ઔધોગિક અસોસીએશન તથા ઉદ્યોગકારોને જાણકારી અને માર્ગદર્શન આપતાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમદાવાદ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022માં યોજાનાર વિવિધ કાર્યક્રમો તથા તેમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશનને લગત વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી.આ ઇવેન્ટમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં અમદાવાદ જિલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી આર.ડી.બારહટએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો ને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2022 સફળતાપૂર્વક પાર પડે તે માટે વેબસાઈટ www.vibrantgujarat.com પર વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ગુજરાત સરકારની 20થી વધુ સેક્ટર સ્પેસીફિક સહાય પોલિસીઓ જેવી કે, ઔદ્યોગિક નીતિ – 2020, ગારમેન્ટ અને એપરલ પોલિસી, ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ અને લોજીસ્ટીક પાર્ક પોલિસી, સોલાર પોલિસી, એગ્રો – બીઝનેસ પોલિસી, IT/ITeS પોલિસી, એરોસ્પેસ અને ડીફેન્સ પોલિસી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.