તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અમદાવાદમાં કર્ણાવતી ક્લબની વી કમિટી દ્વારા 'આર્ટ ઓફ જનરેટિંગ રિન્યૂએબલ એનર્જી' વિષય ઉપર વર્કશોપનું આયોજન કરાયું

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીજળી ઉત્પાદન અંગે પાર્ટિસિપેન્ટ્સને મહત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરાઈ - Divya Bhaskar
વીજળી ઉત્પાદન અંગે પાર્ટિસિપેન્ટ્સને મહત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરાઈ
  • સુનાલીઝ ક્લાસિસના રૂચિક ગાંધીના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદમાં કર્ણાવતી ક્લબની વી કમિટી દ્વારા પુનઃ પ્રાપ્ય ઊર્જા અને તેના ઉપયોગ અંગે મેમ્બર્સ વચ્ચે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે 5 જૂને આર્ટ ઓફ જનરેટિંગ રિન્યૂએબલ એનર્જી વિષય ઉપર ફ્રી ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વી કમિટીના સદસ્ય રુચિ ગાંધી અને સીમા મંડોરા કાર્યક્રમનું સંચાલન કરશે તેમજ સુનાલીઝ ક્લાસિસના રૂચિક ગાંધીના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો.

વિન્ડમીલનું બે અથવા ત્રણ બ્લેડ ટર્બાઇનનું મોડલ તૈયાર કર્યું
વિન્ડમીલનું બે અથવા ત્રણ બ્લેડ ટર્બાઇનનું મોડલ તૈયાર કર્યું

પાર્ટીસિપેન્ટ્સ બ્લેડ ટર્બાઇનનું મોડલ તૈયાર કર્યું
ક્યુરિયો-ઓ-બોક્સના સંસ્થાપક કુશલ ઠક્કર દ્વારા સંચાલિત વર્કશોપમાં ઉર્જાના સ્રોતો,સૌર ઉર્જા, સોલર કૂકર,ઘરે સોલાર ઊર્જા આધારિત ઉપકરણો તેમજ વિન્ડ અને હાઇડ્રો પાવરના ઉપયોગથી વીજળી ઉત્પાદન અંગે પાર્ટિસિપેન્ટ્સને મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. વર્કશોપમાં ભાગ લેનાર વ્યક્તિઓ A4 સાઈઝ પેપર, સ્કેલ, સિઝર, પેન્સિલ અને બોલપેન જેવી સામગ્રીનો ઉપયોગ કરીને વિન્ડમીલનું બે અથવા ત્રણ બ્લેડ ટર્બાઇનનું મોડલ તૈયાર કર્યું હતું.

વર્કશોપના આયોજનમાં લોકો ઓનલાઈન જોડાયા હતાં
વર્કશોપના આયોજનમાં લોકો ઓનલાઈન જોડાયા હતાં

પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવા પ્રેરણા આપી શકીશું
આ કાર્યક્રમના આયોજન વિશે વી કમિટીના ચેરપર્સન હિતા એન. પટેલે જણાવ્યું હતું કે, આ વર્કશોપના આયોજન દ્વારા અમે પાર્ટિસિપન્ટ્સ સાથે સામાન્ય જનતા વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્રોતો અંગે જાગૃતિ પેદા કરીને તેના ઉપયોગ બાબતે પ્રોત્સાહન કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. કુશલ ઠક્કરની સાથે મળીને અમે વધુને વધુ લોકોને તેમની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શક્ય હોય તેટલા અંશે પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવા પ્રેરણા આપી શકીશું.

કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા એન.પટેલ
કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા એન.પટેલ

કર્ણાવતી ક્લબની વી કમીટી સમયાંતરે સદસ્યોના લાભાર્થે અને નોલેજ માટે વિવિધ રસપ્રદ અને માહિતીસભર વર્કશોપનું આયોજન કરે છે ત્યારે આર્ટ ઓફ જનરેટિંગ રિન્યૂએબલ એનર્જી વર્કશોપને પણ બહોળો પ્રતિસાદ સાંપડવાની અપેક્ષા છે.