તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો બનાવ:અમદાવાદમાં ગારમેન્ટ કંપનીના ધાબા પર ટાંકીમાંથી મહિલાની લાશ મળી, મૃતદેહ બહાર કાઢવા ફાયર બ્રિગેડ બોલાવવી પડી

અમદાવાદ22 દિવસ પહેલા
ગારમેન્ટ કંપનીના ધાબા પર ટાંકીમાં લાશ મળી
  • વૃક્ષ કાપવાના મશીનથી ટાંકીને કાપીને મહિલાની લાશ બહાર કઢાઈ

અમદાવાદના ખોખરામાં ગારમેન્ટ કંપનીના ધાબા પરની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાની હત્યા કરીને લાશને પાણીની ટાંકીમાં છૂપાડી દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે સ્થળ પર પહોંચીને ટાંકીને કાપીને અંદરથી લાશને કાઢી હતી.

પાણીની ટાંકીમાંથી મહિલાની લાશ મળી
શહેરના ખોખરામાં આવેલા મોહન એસ્ટેટમાં આવેલી ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે ધાબા પર પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાં યુવતીની લાશ મળી આવી હતી. જેને પગલે ખોખરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વાય.એસ ગામિત સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા બાદ લાશને ટાંકીમાં સંતાડવામાં આવી હોય તેવી આશંકા છે.

લાશ મળી તે પાણીની ટાંકીની તસવીર
લાશ મળી તે પાણીની ટાંકીની તસવીર

વૃક્ષો કાપવાની કટરથી ટાંકીને કાપવી પડી
પાણીની ટાંકીમાં રહેલી લાશને બહાર કાઢવા માટે ફાયરના જવાનોની મદદ લેવાઈ હતી. જેમાં વૃક્ષો કાપવાના કન્ટ્રોલ મશીનથી ટાંકીને કાપીને અસહ્ય દુર્ગંધ મારતી લાશને ખુલ્લી કરાઈ હતી. આ હત્યાનો બનાવ ત્રણેક દિવસ પહેલા બન્યો હોવાનું અનુમાન લગાવીને સઘન તપાસ હાથ ધરાઈ છે. હજુ સુધી યુવતીની ઓળખ બાકી હોઈ ગારમેન્ટ કંપનીમાં કામ કરતા લોકોની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. ધાબા પરથી લાશ મળ્યાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા.

સોલામાં રીક્ષાચાલકની છરીના ઘા મારી હત્યા કરાઈ તે બનાવની તસવીર
સોલામાં રીક્ષાચાલકની છરીના ઘા મારી હત્યા કરાઈ તે બનાવની તસવીર

સોલામાં 3 દિવસ અગાઉ રીક્ષાચાલકની હત્યા
નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલા જ શહેરમાં સોલા વિસ્તારમાં સામાન્ય ઝગડામાં બોલાચાલી થતાં રિક્ષામાં સુઈ ગયેલા વ્યક્તિને ગણતરીની સેકન્ડોમાં છરીના ત્રણ ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.