તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ પાર્ટી ઝડપાઈ:અમદાવાદમાં કોરોનામાંથી પત્ની સાજી થઈ તો પતિએ તેની 4 બહેનપણીને દારૂની પાર્ટી આપી; પોલીસે દરોડો પાડી 5ને ઝડપી લીધા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુમાં સોલા પોલીસે મેસેજને આધારે દરોડો પાડ્યો હતો
  • દવા ચાલુ હોવાથી પત્નીએ દારૂ પીધો નહીં

કોરોનાગ્રસ્ત પત્ની હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ ઘરે આવતાં પતિએ પત્નીની 4 બહેનપણીને ઘરે બોલાવી દારૂની પાર્ટી યોજી હતી. આ અંગે માહિતી મળતાં પોલીસે દરોડો પાડી દારૂના કેસમાં પાંચને પકડ્યાં છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મકાનમાં દારૂની મહેફિલની મેસેજને આધારે દરોડો પાડતા ઘરમાં ચાર મહિલા અને એક પુરુષ દારૂ પીધેલા મળી આવ્યા હતા. એક મહિલાએ દારૂ પીધો ન હતો. મહિલા પોતે કોરોના નેગેટિવ આવતાં તેણીએ મિત્રોને બોલાવી દારૂ પાર્ટી યોજી હતી.

આ મહિલાઓએ દારૂ પાર્ટી માણી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાની સોલા પોલીસ સ્ટેશનને કંટ્રોલરૂમમાંથી મેસેજને આધારે પોલીસે ગ્રીન એવન્યુના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બેડરૂમમાં કેતન પાટડીયા (રહે. ગ્રીન એવન્યુ, થલતેજ), અનુરાધા ગોયલ ( રહે. અદાણી શાંતિગ્રામ), શેફાલી પાંડે (રહે. અક્ષર સ્ટેડિયા, બોડકદેવ), પ્રિયંકા શાહ (રહે. માણેકબાગ સોસાયટી, નેહરુનગર) અને પાયલ લિબાચિયા (રહે. હેલિકોનીયા એપાર્ટમેન્ટ, થલતેજ) દારૂ પીધેલા મળી આવ્યા હતા. ટીપોઈ પર દારૂના ગ્લાસ અને બોટલ મળી આવી હતી.

‘અમોલાબેન કોરોનાથી સાજા થયા બાદ તેમનું માઇન્ડ ફ્રેશ કરવા પતિએ પાર્ટીનું આયોજન કર્યું’
અમોલાબેનને કોરોના થયો ત્યારથી માનસિક રીતે પડી ભાંગ્યા હતા, તેઓ સ્વસ્થ થયા બાદ તેમનું માઇન્ડ ફ્રેશ થાય તે માટે કેતને અમોલાની બહેનપણીઓને બોલાવીને પાર્ટી કરી હતી. > જે. પી. જાડેજા, પીઆઈ, સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન

પાંચેય જણ 900 ML દારૂ પી ગયાં હતાં
કેતન તેમ જ દારૂ પીતા પકડાયેલી મહિલાઓમાંથી કોઈની પણ પાસે પરમિટ ન હતી છતાં કેતન પાર્ટી કરવા માટે 1 લિટરની દારૂની બોટલ લાવ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે કેતન અને 4 મહિલાઓ 900 મિલી લિટર દારૂ પી ગયાં હતાં, જ્યારે બોટલમાં 100 મિલી દારૂ હોવાથી તે પોલીસે પુરાવા તરીકે કબજે કર્યો હતો.

માનસિક તણાવમાંથી મુક્ત થવા દારૂ પાર્ટી યોજી
​​​​​​​​​​​​​​
જ્યારે 5 મહિલામાંથી કેતનની પત્ની અમોલાએ દારૂ પીધો ન હતો. જ્યારે અન્ય 4 મહિલાએ દારૂ પીધો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે કોરોનાગ્રસ્ત અમોલાબેન કોરોનામાંથી સાજા થઈ ઘરે આવ્યાં હોવાથી પતિએ પત્નીની ચાર બહેનપણી માટે દારૂની પાર્ટી રાખી હતી. સોલા હાઈકોર્ટ પોલીસે 4 મહિલા અને કેતન વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જ્યારે અમોલાબેને દારૂ પીધો ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરી ન હતી.