સર્જરી:103 કિલો વજનની મહિલાના પેટમાંથી 47 કિલોની કોળા જેટલી ગાંઠ, 7 કિલો ચરબી કઢાઈ, મહિલાનું વજન 49 કિલો થઈ ગયું

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્જરી પછી - Divya Bhaskar
સર્જરી પછી
  • મહિલાના ગળાથી કમર સુધીની ગાંઠ દેશમાં સૌથી મોટી નોન ઓવેરિયન ટ્યુમર હોવાનો દાવો

શહેરની એક કોર્પોરેટ હોસ્પિટલના ડોકટરોની ટીમે 4 કલાકની સર્જરી કરીને 56 વર્ષીય મહિલાના પેટમાંથી કોળા જેટલી મોટી 47 કિલોની ગાંઠ કાઢવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 7 કિલો ચરબી પણ દૂર કરવામાં આવી છે. આ સર્જરી પછી મહિલાનું વજન 49 કિલો થયું છે. ગાંઠને લીધે કિડની, હૃદય અને ફેફસાં પર દબાણ આવતું હોવાથી સર્જરીમાં નાની ભૂલથી વધુ રક્તસ્ત્રાવ થતાં ઓપરેશન ટેબલ પર મહિલાનું મોત થવાની શક્યતા હતી. સમગ્ર દેશનું સૌથી મોટુું નોન ઓવેરિયન ટ્યુમર હોવાનો ડોકટરનો દાવો છે.

દાહોદમાં રહેતી મહિલાના પુુત્ર જણાવે છે કે, મારી માતાને 2004થી પેટમાં ગાંઠ હતી. 2005માં ગોધરામાં સર્જરી કરાવાઈ હતી પરંતુ ગાંઠ શરીરના અંગો સાથે જોડાયેલી હોવાથી મોત થવાની શક્યતા હોવાનું જણાવીને પૂરી સર્જરી કરાઈ ન હતી. ત્યારથી અત્યાર સુધી મારી માતાને પેટમાં કોઇ દુખાવો ન હતો, પણ વજન સતત વધતા પથારીવશ હતા.

ઇન્ટરનેટ પર સર્ચ કરીને દિલ્હીની એક હોસ્પિટલના સર્જનનો સંપર્ક કરતા તેમણે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં જવાનું સૂચન કરતાં અમે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ટ્યુમર મોટુું હોવાથી સર્જરી જોખમી હતી પણ ડોક્ટરોની ટીમે ચાર કલાકની સફળ સર્જરી કરતાં મારી માતા સ્વસ્થ થઇ છે.

સર્જરી પહેલાં
સર્જરી પહેલાં

ગાંઠ એટલી મોટી હતી કે સીટી સ્કેન મશીનમાં પણ જઈ શકતી ન હતી
47 કિલોના મસમોટા ટ્યુમરને લીધે મહિલા સીટી સ્કેન મશીનમાં જઇ શકે તેમ ન હોવાથી સીટી સ્કેન મશીનમાં ટેકનિકલ ચેન્જીસ કરીને મહિલાને અન્ય દર્દી કરતાં અલગ પોઝિશન આપીને સ્પેશ્યિલ સિટી સ્કેન કર્યો હતો.

મહિલા 18 વર્ષથી પીડા વેઠતી હતી
જવલ્લે જોવા મળતું 47 કિલોનું સૌથી મોટું ટ્યુમર છે. મહિલાને 18 વર્ષથી ગાંઠ હતી, જે ધીમે ધીમે વધી હતી. ગાંઠ વધી જતાં મહિલા હાલી-ચાલી શકતા ન હતા, જેથી મહિલાને સર્જરી પહેલા 7 દિવસ દાખલ કરીને સીટી સ્કેન સહિતના ટેસ્ટ કર્યા હતા, ટ્યમુર એટલું કઠણ હતું કે, બાયોપ્સી માટેની નીડલ પણ વળી ગઇ હતી, પણ કેન્સરનું ટ્યુમર ન હોવાનું નિદાન થતાં 27 જાન્યુઆરીએ સફળ સર્જરી બાદ બ્લડપ્રેશર અને શ્વાસોશ્વાસ કંટ્રોલ કરવા આઇસીયુમાં રાખ્યા બાદ હવે મહિલા સ્વસ્થ થઇ છે. > ડો. ચિરાગ દેસાઇ- ગેસ્ટ્રો, ઓન્કો અને લિવર સર્જન

સર્જરી ટેબલ પર જ મૃત્યુનું જોખમ હતું
કોળા કરતાં પણ મોટી સાઈઝની ગાંઠને લીધે મહિલા હલનચલન પણ કરી શકતી ન હતી. લાંબા સમયથી મહિલાને સંપૂર્ણપણે પથારીવશ રહેવું પડતું હતું. મહિલાના મૂળ વજન કરતાં પણ ગાંઠ અને ચરબીનું વજન લગભગ બમણું હતું. ડોક્ટરો એક નાની સરખી ભૂલ કરે તો મહિલા ઓપરેશન ટેબલ પર જ મૃત્યુ પામવાનું જોખમ હતું.

અન્ય સમાચારો પણ છે...