ધરપકડ:જ્વેલર્સની દુકાનમાં માત્ર ચાંદીની પાયલની ચોરી કરતી સ્ત્રી ઝડપાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રામોલ પોલીસે રામરાજ્યનગર પાસેથી મહિલાની ધરપકડ કરી

શહેરના વિવિધ જ્વેલર્સને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં દાગીના ખરીદવાના બહાને જઈ નજર ચુકવીને ખાસ ચાંદીની પાયલોની જ ચોરી કરતી એક સ્ત્રીની રામોલ પોલીસે એક કિલો ચાંદીની પાયલો સાથે ધરપકડ કરી હતી.

રામોલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનોમાં ચોરીની વધતી ઘટનાઓને ધ્યાને લઈને પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન રામોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મયુરભાઈ, મહિપાલસિંહ તથા યુવરાજસિંહને મળેલી બાતમી આધારે પોલીસ ટીમે રામોલ રામરાજ્યનગર ચાર રસ્તા પાસેથી પૂનમ કમલેશભાઈ રંગવાણીને રોકી તપાસ કરતા તેમની પાસેથી એક કિલો ચાંદીની પાયલ કિંમત રૂ.65 હજારની મળી આવી હતી.

આ મામલે પોલીસે પૂછપરછ કરતા તેણે સીટીએમ વિનય ગોલ્ડ નામની દુકાનમાંથી, નિકોલમાં વિજય ગોલ્ડમાંથી તેમજ રામોલ સુરેલિયા રોડ પર વિજય ગોલ્ડ પેલેસમાંથી મળી કુલ ત્રણ જ્વેલર્સમાંથી ચાંદીની પાયલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તપાસ કરતા ત્રણે જવેલર્સે તેમની દુકાનમાંથી પાયલોની ચોરી થયાની ખરાઈ કરી હતી.આ મામલે સીસીટીવી ચેક કરતા આરોપી ચાંદીની પાયલોની ચોરી કરતા રંગે હાથ ઝડપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...