અમદાવાદ ક્રાઈમ ન્યુઝ:અમદાવાદમાં પુરૂષોને ગંદા ઈશારા અને બિભત્સ વર્તન કરતી મહિલા ઝડપાઈ, કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે લૂંટ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના એસ.જી હાઇવે પર રસ્તા પરથી અવર જવર કરતા પુરુષોને એક મહિલા ગંદા ઈશારા અને બિભત્સ વર્તન કરતી હતી. જેથી પોલીસે ત્યાંથી પસાર થતા મહિલાને જોઈને રોકી અને તપાસ હાથ ધરી હતી. પરંતુ મહિલા પાસે કઈ મળી આવ્યું નહોતું જેથી લોકોને ઈશારા કરવા મામલે પોલીસે મહિલાની ધરપકડ કરી છે. તો બીજી તરફ કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે સિક્યુરિટીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓને ત્રણ ઈસમોએ લોખંડના પાઇપ ના ડરે બેસાડીને 1500 રૂપિયાની લૂંટ કરી અને મેટ્રો સ્ટેશનનો ઈલેક્ટ્રીક રૂમની બારી તોડી રૂમમાં ગયા હતા. જોકે સિક્યુરિટી કર્મચારીઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થતા ત્રણેય ઇસમો ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પુરુષોને ગંદા ઈશારા કરીને બિભત્સ ચેનચાળા કરતી
ચાંદખેડા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જગતપુર એસ.જી હાઇવે પર ખુલ્લી ઝાડીઓ પાસે એક મહિલા રસ્તા પરથી જતા આવતા પુરુષોને ગંદા ઈશારા કરીને બિભત્સ ચેનચાળા કરતી હતી જેથી પોલીસની નજર પડતા મહિલાની અટકાયત કરવામાં આવી હતી.

મહિલાની વિરુદ્ધમાં ગુનો નોંધીને ધરપકડ કરી
મહિલાની તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા મૂળ પશ્ચિમ બંગાળની છે. અત્યારે ગોતા હાઉસિંગના મકાનમાં રહે છે. મહિલાની વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે લૂંટ
કાલુપુર મેટ્રો સ્ટેશન પર સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા કલ્લુ બણઝારાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 19 નવેમ્બર રાત્રે તે પોતાના ફરજના સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારે ઇલેક્ટ્રીક સ્ટોર પાસે અન્ય સિક્યુરિટી કર્મચારી મોહમ્મદ મુન્નાભાઈને ત્રણેય ઇસમોએ જબરજસ્તી બાકડા ઉપર બેસાડ્યા હતા. કલ્લુ બણઝારા ત્યાં પહોંચતા ત્યારે એક ઇસમે કહ્યું મેરા નામ ભાંજા આમિર હૈ મેને મર્ડર કિયે હૈ પોલીસ કો ભી મારા હૈ તુજે ભી મારુંગા. ત્યારબાદ અન્ય બે ઈસમો મેટ્રો સ્ટેશનની ઇલેક્ટ્રીક રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા પરંતુ દરવાજો ના ભૂલતા બારી તોડીને અંદર ઘૂસ્યા હતા. જેથી સિક્યુરિટી કર્મચારીએ બુમો પાડતા એક ઇસમે સિક્યુરિટી કર્મચારીના પગે લોખંડનો સળીયો મારી દીધો હતો.

બુમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થયા
કલ્લુ બણઝારા નામના સિક્યુરિટી કર્મચારીના ઉપરના ખિસ્સામાંથી 1500 રૂપિયા રોકડ રકમની પણ લૂંટ કરી હતી. તો મોહમ્મદ મુનાફભાઈના મોબાઇલની પણ લૂંટ કરવા જતા હતા તે દરમિયાન મુનાફભાઈએ બુમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જેથી આ ત્રણેય ઈસમો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ 100 નંબર ઉપર જાણ કરીને સિક્યુરિટી કર્મચારીએ શહેરકોટડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં પુત્રએ પિતાના માથામાં પથ્થર માર્યો
બાપુનગરમાં રહેતા નરેન્દ્રભાઈ સથવારાએ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રે તેઓ ઘરમાં હતા ત્યારે તેમના 25 વર્ષના દીકરા ધ્રુવનેસ નો ફોન આવ્યો હતો કે જમવાનું બની ગયું છે. ત્યારબાદ અડધો કલાકમાં ધ્રુવનેશ ઘરે આવ્યો હતો અને પિતાને પૂછવા લાગ્યો કે જમવાનું બની ગયું કે નહીં પિતાએ કહ્યું કે હજુ થોડો સમય લાગશે. જેથી ધ્રુવનેશ મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને ઝઘડો કરવા લાગ્યો હતો. પિતાએ બોલાચાલી કરવાનું ના પાડતા પુત્ર ઉશ્કેરાઈ ગયો અને ઘરની બહારથી પથ્થર લઈને પિતાના માથામાં કપાળના ભાગે મારી દીધો હતો. જેમાં પિતાને કપાળમાંથી લોહી આવવા લાગ્યું હતું.

પુત્ર વિરુદ્ધમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ દરમિયાન ધ્રુવનેશના માતા વચ્ચે પડતા ધ્રુવનેશે માતાને પણ ગડદા પાટુનો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વચ્ચે નરેન્દ્રભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થયા હતા અને દંપત્તિને છોડાવ્યા હતા. સમગ્ર મામલે નરેન્દ્રભાઈએ પુત્ર વિરુદ્ધમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા
અમદાવાદમાં એક યુવતી સાથે પરણીત યુવકે પોતે પરણી હોવાનું છુપાવીને પ્રેમ સંબંધ રાખી યુવતીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવતી સાથે લગ્ન ના કરતા યુવતીએ પ્રેમી વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીની પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
સરદારનગર પોલીસ સ્ટેશનમાં 23 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે સરદારનગરમાં રહેતા મહેશ નામના યુવક સાથે તેને પ્રેમ સંબંધ હતો. મહેશ પરણીત હોવા છતાં પોતે પરણી હોવાનું છૂપાવ્યું હતું અને યુવતી સાથે પ્રેમ સંબંધ રાખીને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે યુવતીએ મહેશને લગ્ન માટે કહ્યું ત્યારે મહેશ ટાળતો હતો જે બાદ યુવતીને મહેશ પરિણીત હોવાની જાણ થતા યુવતીએ મહેશ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરદારનગર પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...