અમદાવાદ:વ્યાજખોર મહિલાના ત્રાસથી એક મહિલાએ મચ્છર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વ્યાજખોર મહિલા વ્યાજની ઉઘરાણી માટે આવીને અન્ય મહિલાને માર માર્યો
  • ત્રણ વર્ષ પહેલા 80 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા

કોરોનાનાં સમયમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, ત્યારે વ્યાજે રૂપિયા લેનારા લોકોની સ્થિતિ અત્યંત ખરાબ બની છે. વાડજ વિસ્તારમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી બે મહિલાઓએ ઉછીના રૂપિયા લેનાર મહિલાને માર માર્યો છે. મહિલાએ આજીજી કરી કે, મારી પાસે અત્યારે રૂપિયા નથી. તેમ છતાં તેને માર મારતા લાગી આવ્યું હતું. જેને પગલે મહિલાએ ઘરમાં રહેલી મચ્છર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દવા પીધા બાદ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે પોલીસે વ્યાજખોર સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યા છે.

ત્રણ વર્ષ પહેલા વ્યાજે પૈસા લીધા હતા
પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વાડજ વિસ્તારમાં રહેતી મહિલાએ પાડોશમાં રહેતા લીલાબેન અને સોનલબેન પાસેથી ત્રણ વર્ષ પહેલાં 80 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા, પણ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવથી તે સમયસર રૂપિયા ચૂકવી શક્યા નહીં. આ દરમિયાન સોનલબેન અને લીલાબેન નામની મહિલા તેમના ઘરે આવીને વ્યાજની ઉઘરાણી કરવા લાગી અને જોર જોરથી બૂમો પાડવા લાગી. જેથી આસપાસના લોકો ભેગા થવા લાગ્યા હતા. થોડીવારમાં બન્ને મહિલાઓ ઘરમાં ઘૂસીને વ્યાજની ઉઘરાણી માટે તે મહિલાને માર મારવા લાગી હતી. જેથી મહિલાને લાગી આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...