તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Woman Suspected Of Having A Premarital Love Affair With Her Husband Reached The Sabarmati Riverfront To Commit Suicide; Rescued By Security Guards, Enlisted The Help Of A Women's Helpline

આત્મહત્યાનો પ્રયાસ:પતિએ લગ્ન પહેલાંના પ્રેમસંબંધ મામલે શંકા રાખતા મહિલા રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં કૂદી ગઈ; સિક્યુરિટી ગાર્ડે બચાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મહિલા હેલ્પલાઈનની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરી પતિને સમજાવ્યો

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કૂદી આપઘાત કરવા જતી એક મહિલાને સિક્યુરિટી ગાર્ડે બચાવી હતી. સિક્યુરિટીએ મહિલા હેલ્પલાઈન 181 પર આ ઘટનાની જાણ કરતા ટીમ રિવરફ્રન્ટ પર પહોંચી હતી. ટીમે પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે, તેનો પતિ લગ્ન પહેલાંના સગીર વયમાં થયેલા પ્રેમ અંગે ખોટી શંકા રાખીને મારઝૂડ કરતો અને ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને આપઘાત કરવા રિવરફ્રન્ટ પહોંચી હતી. હેલ્પલાઈનની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યા બાદ પતિને બોલાવી બંનેને સમજાવી સમાધાન કરાવ્યું હતું.

મહિલાને 16 વર્ષે પ્રેમ થયો હતો
37 વર્ષીય મહિલા આપઘાત કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચી ગઈ હતી અને નદીમાં મોતની છલાંગ લગાવી હતી કે તેણે રેલિંગ પકડી લેતા હાજર સિક્યુરીટી ગાર્ડે તેને બચાવી લીધી હતી. ગાર્ડે મહિલા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. મહિલાએ આપવીતી કરતા જણાવ્યું હતું કે, તેના લગ્ન થઈ ગયા છે મહિલા જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જો કે લગ્ન બાદ આ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો.

અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું
દરમિયાન એક દિવસ અચાનક પતિને મારા અગાઉના પ્રેમ સંબંધની જાણ થઈ ત્યારથી તે મારી પર ખોટો વહેમ રાખીને મારઝુડ કરતો હતો. અપમાનિત કરતો અને ગાળો બોલતો હતો. જો કે રોજ બરોજના આવા ત્રાસથી તંગ આવી ગઈ હોય અને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો હતો. જેથી તે રીવરફ્રન્ટ પર આવીને મોતની છંગાલ લગાવવા જતી હતી અને તેને સિક્યુરીટી જવાને બચાવી લીધી હતી. મહિલાની તમામ વાતો સાંભળીને અભયની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.

મહિલાએ પોલીસમાં અરજી કરી
મહિલાના પતિને બોલાવી તમારી પત્નીથી ભૂલ થઈ ગયી હતી પરંતુ અગાઉની વાતને ધ્યાનમાં રાખીને ખોટી શંકા રાખી હેરાન ન કરો તેમ જણાવી પતિને પણ કાયદાકીય સમજ આપી હતી. આ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...