આડાસંબંધોએ મહિલાને બરબાદ કરી:અમદાવાદમાં પ્રેમી સાથે રહેવા પતિને છોડ્યો, લગ્નની લાલચ આપી પ્રેમીએ શારીરિક સંબંધો બાંધી મહિલાને પ્રેગ્નન્ટ કરીને તરછોડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • ડિવોર્સી મહિલા ગર્ભવતી થઈ અને લગ્ન કરવાનું કહ્યું તો પ્રેમી રફુચક્કર થઈ ગયો
  • મહિલાએ અનેક વખત તેને લગ્ન માટેની વાત કરી, પરંતુ તે વાત ટાળી દેતો હતો

અમદાવાદ શહેરમાં દરરોજ આડાસંબંધો અને ઘરકંકાસના અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે આજે(19 ઓક્ટોબર) પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ પડોશમાં રહેતા યુવક માટે પતિને છોડી દીધો અને પ્રેમી સાથે રહેવા તૈયાર થઈ ગઈ, પરંતુ પ્રેમી રંગરેલિયા મનાવીને જતો રહેતો હતો. લગ્નની લાલચ આપીને પ્રેમીએ વારંવાર શારીરિક સબંધ બાંધ્યા ત્યારે ડિવોર્સી મહિલા ગર્ભવતી થઈ અને લગ્ન કરવાનું કહ્યું તો પ્રેમી રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર બાબત અંગે ગર્ભવતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

લગ્નની લાલચ આપી પતિ સાથે છૂટાછેડા કરાવ્યા
શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને પાડોશમાં રહેતા દિલીપ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આરોપીએ મહિલાને લાલચ આપી હતી કે તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે, હું તને સારી રીતે રાખીશ, જીવનની બધી જ ખુશી આપીશ અને તારાં બાળકોને પણ સારી રીતે રાખીશ. જેથી મહિલા આ નરાધમની વાતોમાં આવી ગઈ હતી. જ્યારે આ પ્રેમસબંધની જાણ મહિલાના પતિને થઇ તો બંનેએ છૂટાછેડા લીધાં હતાં.

મહિલાની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો
બાદમાં મહિલા પ્રેમી દિલીપ સાથે રહેવા લાગી હતી. જોકે શરૂઆતમાં આરોપીએ કહ્યું હતું કે જ્યાં સુધી આપણા લગ્ન નહિ થાય ત્યાં સુધી શારીરિક સંબંધ નહિ બાંધીએ, પરંતુ તે મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. મહિલાએ અનેક વખત તેને લગ્ન માટેની વાત કરી, પરંતુ તે વાત ટાળી દેતો હતો.

માત્ર એટલું જ નહીં, મહિલાએ પોતે ગર્ભવતી હોવાની જાણ આરોપીને કરી હોવા છતાં પણ તે લગ્ન માટે તૈયાર થયો ન હતો. માત્ર એટલું જ નહીં, નરાધમે તમામ હદો વટાવી મહિલા ગર્ભવતી હોવાનું જાણવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

મહિલાએ લગ્નની વાત કરી તો ગાળો ભાંડી
મહિલાએ એ બાદ ફરીથી લગ્નની વાત કરી તો તેને ગાળો ભાંડી આપી, મારઝૂડ કરીને તેને તરછોડીને ચાલ્યો ગયો. મહિલાએ અંતે કંટાળીને આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...