સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા:દેશી દારૂ વેચવા રોજ 600 પગાર આપતી મહિલા બુટલેગર ઝડપાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલા બે પુરુષ કેરિયરે કબૂલ્યું કે, દારૂના વેચાણ અને હેરફેર માટે તેમને રોજના રૂ.250થી 300 અપાતા હતા

જમાલપુર, રાયખડ સહિતના વિસ્તારોમાં પુરુષોને રોજના રૂ.250 થી 300 પગારથી દેશી દારૂ વેચવા માટે નોકરી રાખતી મહિલા બુટલેગરને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પકડી પાડી હતી.

ગાયકવાડ હવેલી વિસ્તારમાં ઠેર ઠેર દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી 2 પુરુષોને પકડી પાડયા બાદ તેમની પૂછપરછ મહિલા બુટલેગર સુધી પહોંચી હતી. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગર શકરીબહેન ઠાકોર મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો લાવીને પગારદાર માણસો રાખીને દારૂ વેચતી હતી. પોલીસે જમાલપુર ભુદરપુરાના આરા પાસેથી અમર મકવાણા અને ઈશરાર શેખને દેશી દારૂ વેચતા ઝડપી લીધા હતા.

બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને જણાંને શકરીબહેને દેશી દારૂ વેચવા માટે નોકરી પર રાખ્યા હતા, જેમાં અમરને રોજના રૂ.300 અને ઈશરારને રૂ.250 પગાર ચૂકવતી હતી. પોલીસે શકરીબહેનના ઘરમાંથી કોથળામાં ભરેલો 30 લીટર દેશી દારૂ પકડ્યો હતો. દરોડા દરમિયાન રાત પડી ગઈ હોવાથી શકરીબહેનની ધરપકડ કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...