• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Water Yatra Will Be Held Before Lord Jagannath Rathyatra, Water Will Be Anointed By Filling Water In 8 Kalash, Less Than 50 People Will Be Present In The Water Yatra

રથયાત્રાની તૈયારી:જગન્નાથની રથયાત્રા પહેલાં જળયાત્રા યોજાશે, 108 કળશમાં પાણી લાવી જળાભિષેક કરાશે, 50થી ઓછા લોકો હાજર રહેશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જળયાત્રામાં માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાશે. - Divya Bhaskar
જળયાત્રામાં માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાશે.
  • જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે
  • આવતીકાલે બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે

કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા પહેલાં આવતીકાલે ગુરુવારે જળયાત્રા મહોત્સવ યોજાશે. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે અને એનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. સવારે 9.30 વાગ્યાની આસપાસ આ જળયાત્રા યોજાશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે.

માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાશે
મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલાં જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. ગંગા નદીનું પાણી લાવી એનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહેશે. માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાશે.

સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે.
સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે.

મહામારીને કારણે જળયાત્રા સાદાઈથી ભક્તો વિના યોજાશે
જળયાત્રામાં 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતેગાજતે જળયાત્રા યોજાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એ અંગે હજી નિર્ણય લેવાયો નથી.

મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.