તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેનેજમેન્ટ કરતા લોકોના મનસ્વી નિર્ણયના કારણે અતિ ગંભીર સ્થિતિ સર્જાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગંભીર હોય કે નોર્મલ તમામને લાઈનમાં જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો મનસ્વી નિર્ણય

અમદાવાદમાં એશિયાની સૌથી મોટી ગણાતી અસારવા સિવિલ હોસ્પિટલમાં અણધડ મેનેજમેન્ટના કારણે દર્દીઓની હાલત કફોડી બની છે. કયા દર્દીને પ્રાથમિકતા આપવી તે જોવાની તસ્દી લેવાનો સમય પણ હાલના સિવિલ મેડિસિટી કેમ્પસના વહિવટ કરનાર પાસે નથી. બીજી તરફ સરકાર વેક્સિન આપવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં વેક્સિન જ નથી તેવું ખુદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કહી રહ્યાં છે. આ સ્થિતિમાં સામાન્ય લોકો ક્યાં જાય તે સૌથી મોટો સવાલ છે.

સિવિલમાં આટલી ખરાબ હાલત અગાઉ ક્યારેય નહોતી
અમદાવાદ સિવિલમાં આટલી ખરાબ હાલત અગાઉ ક્યારેય નહોતી. પરંતુ અણધડ વહીવટ કરનાર લોકો એક IAS અધિકારીના પ્રભાવમાં આવતાં સિવિલમાં સારવાર માટે આવતાં દર્દીઓને લાંબી લાઈનોનો સામનો કરવો પડ્યો છે. હજી આ પરિસ્થિતિ ઓછી નથી થઈ ત્યારે હવે જે ગંભીર દર્દીઓને આપવામાં આવતી અગ્રીમતા આપવાની પણ બંધ કરી દીધી છે. જેના કારણે કેટલાક લોકોને સારવાર પહેલાં જ મોતને ભેટવું પડ્યું છે.

પિતાને બચાવવા દીકરી આજીજી કરતી રહી અંતે મોત થયું
પિતાને બચાવવા દીકરી આજીજી કરતી રહી અંતે મોત થયું

હોસ્પિટલમાં વહીવટકર્તા દરેક રીતે અસફળ રહ્યાં
હાલમાં સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી હોસ્પિટલમાં વહીવટકર્તા દરેક રીતે અસફળ રહ્યાં છે. જેમાં Hણ લાગતા વળગતાને પ્રાધાન્ય આપતા હોવાનું પણ સામે આવ્યું છે. તાજેતરમા કોઈને બેડ ન મળતો હોય તો ધારાસભ્યનો ફોન આવે તો તરત વ્યવસ્થા કરી આપવામાં આવે છે.સિવિલ મેડિસિટી કેમ્પસમાં જો આ વહિવટકર્તાને તાત્કાલિક અંકુશમાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં જ્યારે કોરોનાના ત્રીજા વેવમાં એવી આગાહી કરવામાં આવી છે કે મોતનો સૌથી વધુ આંકડો મેડિસિટી કેમ્પસમાં આવેલી હોસ્પિટલમાં થતાં અણધડ વહીવટના કારણે થઈ શકે છે.

પિતાને બચાવવા દીકરી આજીજી કરતી રહી
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેલા એક દર્દી કોરોના પોઝિટિવ હતા. જેના કારણે ઘરે જ ઓક્સિજન પર સારવાર ચાલી રહી હતી. પરંતુ શનિવારની રાત્રે તેઓની તબિયત વધુ લથડવા લાગી જેથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે એમ હતા. પરંતુ 108ને ફોન કરે કલાકો વિતી ગયા પણ આવી ન હતી. અંતે 108 આવી તો દર્દીને સિવિલમાં લઈ ગયા પરંતુ ત્યા પણ આઈસીયુ તેમજ વેન્ટિલેટર બેડની વ્યવસ્થા ન થઈ.

દર્દીને યુએન મહેતામાં એક બેડ મળ્યો ત્યાં સુધીમાં મોડું થઈ ગયું અને દર્દીનું મોત નિપજ્યું હતું
દર્દીને યુએન મહેતામાં એક બેડ મળ્યો ત્યાં સુધીમાં મોડું થઈ ગયું અને દર્દીનું મોત નિપજ્યું હતું

પરિવાર પગે પડ્યો, પણ એક બેડ ન મળ્યો
ઘણો સમય વેઈટિંગમાં રોકાયા બાદ અંતે એક બેડની વ્યવસ્થા થઈ અને દર્દીને એડમિટ કર્યા હતા. પરંતુ સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત નિપજ્યું હતું. દીકરીએ પિતાને બચાવવા માટે અનેક લોકો સામે મદદની અપીલ કરી. પરિવારના અન્ય સભ્યોએ દર્દીને સારવાર મળે તે માટે લોકો સામે હાથ જોડ્યા પણ સ્ટાફ તરફથી એકપણ બેડ ખાલી નથી અમે શું કરીએ એવો જવાબ મળ્યો હતો. અંતે દર્દીને યુએન મહેતામાં એક બેડ મળ્યો અને દાખલ કર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને દર્દીએ મોત નિપજ્યું હતું.

1200 બેડના ટ્રાયજમાં ઓક્સિજનની બોટલો ખૂટી પડી
અસારવા સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં આવતાં દર્દીને દાખલ કરવા તાત્કાલિક સારવાર વિભાગ (ટ્રાયજ) ઊભો કરાયો છે, જેમાં 40 બેડની વ્યવસ્થા છે. મોટા ભાગના દર્દી ઓક્સિજનની જરૂરવાળા આવે છે, જેમાંથી 20 ટકા દર્દીને 10 લિટરથી વધુ ઓક્સિજનની જરૂર પડતી હોવાથી તાત્કાલિક સારવાર વિભાગમાં જ દર્દીને ઓક્સિજન ચઢાવી દેવાય છે, પરંતુ રવિવારે સવારના 11થી 1 દરમિયાન ઓક્સિજનની જમ્બો બોટલો ખૂટી જતાં નાની બોટલો દ્વારા ઓક્સિજન આપવો પડ્યો હતો. તાત્કાલિક સારવાર વિભાગમાં 40 બેડમાંથી માત્ર 15 બેડ ખાલી હોવા છતાં ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાને કારણે બપોરના સમયે હોસ્પિટલમાં દર્દીને દાખલ ન કરાતા દર્દીને રાહ જોવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...