બાળકી પર દુષ્કર્મ:અમદાવાદમાં અજાણ્યો શખ્સ ઢીંગલીની લાલચ આપી છ વર્ષની બે બાળકીને અવાવરું બાથરૂમમાં લઈ ગયો, એક પર દુષ્કર્મ અને એક સાથે અડપલાં કર્યાં

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરાધમ ઘર આંગણે રમી રહેલી બે બાળકીઓને બિસ્કિટની લાલચ આપી લઈ ગયો હતો - Divya Bhaskar
નરાધમ ઘર આંગણે રમી રહેલી બે બાળકીઓને બિસ્કિટની લાલચ આપી લઈ ગયો હતો

શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી છે વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. એક અજાણ્યો યુવક છ વર્ષની બે બાળકીઓને લઈ ગયો હતો. જેમાં એક બાળકી પર દુષ્કર્મ કર્યું જ્યારે બીજી બાળકી સાથે અડપલાં કર્યા હતા. નરાધમ ઘર આંગણે રમી રહેલી બન્ને બાળકીને ઢીંગલી અપાવવાની લાલચ આપી ઘરથી થોડે દૂર આવેલા અવાવરુ બાથરૂમમાં લઈ ગયો હતો. જ્યાં આ અજાણ્યા શખ્સે એક બાળકી પર દુષ્કર્મ કર્યું હતું જ્યારે બીજી બાળકી સાથે અડપલાં કર્યાં હતા. ત્યાર બાદ તે બન્ને બાળકીને છોડીને ફરાર થઈ ગયો હતો. દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બિસ્કિટની લાલચ આપતા બાળકીઓ સાથે ચાલવા લાગી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર દાણીલીમડા વિસ્તારમાં છ વર્ષની બે બાળકીઓ આંગણામાં રમી રહેલી હતી ત્યારે અજાણ્યો યુવક આવ્યો હતો અને તેણે ઢીંગલીની લાલચ આપતા બાળકીઓ તેની સાથે ચાલવા માંડી હતી. ત્યાર પછી તે બાળકીઓને ઘરની પાસે આવેલા અવાવરું બાથરૂમમાં લઈ ગયો હતો. જ્યાં એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું જ્યારે બીજી બાળકી સાથે અડપલાં કર્યાં હતા. ત્યાર બાદ બન્ને બાળકી ઘરે પાછી ફરી તેની સાથે બનેલી ઘટના અંગે માતાને જણાવ્યું હતું.

બાળકીએ ઘરે આવીને માતાને જાણ કરી
દુષ્કર્મ બાદ યુવકે સદનસીબે બાળકીઓને જીવતી છોડી દીધી હતી. તેના પગલે પછી તે બાળકીએ ઘરે આવીને માતાને જાણ કરતા માતા તેને તુરંત જ ડોક્ટર પાસે લઈ ગઈ હતી. ડોક્ટરે તેના પર બળાત્કાર થયો હોવાની વાતની જાણ કરતા બાળકીની માતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજ્યમાં સૌથી વધુ રેપ અમદાવાદમાં
ગુજરાત વિધાનસભામાં થયેલા ખુલાસા મુજબ, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં બળાત્કારની રાજ્યમાં સૌથી વધુ 540 ઘટના નોંધાઇ છે. જેમાં 6 પીડિતાની ઉંમર તો માત્ર 5 વર્ષ જ હતી. જ્યારે 391ની ઉંમર 6થી 18 વર્ષની છે. જ્યારે 7 તો ગેંગરેપની ઘટનાઓ બની છે.

અન્ય સમાચારો પણ છે...