તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલુન પ્રોજેક્ટ:સ્લમમાં રહેતા યુવાનો સ્વાભિમાનથી રોજગારી મેળવે તેની અનોખી પહેલ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બલુન પ્રોજેક્ટમાં સ્લમ વિસ્તારમાં જઇને બલુન આર્ટ શીખવવામાં આવે છે

ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા શહેરના ગુલબાઇ ટેકરા, સાબરમતી, નિકોલ તેમજ નારોલ આસપાસ આવેલ સ્લમ એરિયાના યુવાનોને સારું જીવન અને રોજગારી મળે તે હેતુથી રિતેશ શર્મા‘બલુનવાલા પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આજથી ત્રણ વર્ષ પહેલા આ પ્રોજક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને બલુન ડેકોરેશનની ટ્રેનિંગ સાથ સાથેે જીવનના મૂલ્યો અને અનુભવોના પાઠ પણ ભણાવવામાં આવે છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યારસુધી 250થી વધારે સ્લમમાં રહેતા યુવાનોને રોજગારી પણ મલી ચુકી છે. યુવાનો ગેરમાર્ગે ન દોરાતા સારા જીવન તરફ આગળ વધે તે માટે આ પ્રોજેક્ટમાં આઠ લોકોની ટીમ 20 યુવાનોને અલગ અલગ વિસ્તારમાં જઇ બલુન આર્ટ શીખવે છે તેમજ જો કોઈ યુવતી પણ આ કામમાં ભાગ લેવા ઇચ્છે તો તેમને પેપર કટિંગ અને પેપર ક્રાફ્ટ શીખવવામાં આવે છે. આ કામગીરીને હાલ ત્રણ વર્ષ થયા છે જેમાં એક વર્ષ જેટલો સમય ફક્ત આ યુવાનોને ટ્રેનિંગ આપવામાં ગયો હતો.

યુવાનોને દયા નહીં સ્વાભિમાનની જરૂર છે, યુવાનો ધારે તે કરી શકે છે
બલુનવાલા પ્રોજેક્ટના ફાઉન્ડર રિતેશ શર્માએ કહ્યું- આ યુવાનોને દયા નહીં પરંતુ સ્વાભિમાનની જરુર છે. બલુનવાલા પ્રોજેક્ટ અંતર્ગત યુવાનો કામ કરીને સ્વાભિમાનથી રોજગારી મેળવી શકે છે. અગાઉ આ યુવાનો ગેરમાર્ગે દોરાઈને વ્યસની બન્યા હતા. આથી અમારી ટીમે ટ્રેઈનિંગ સાથે તેમને સારી અને ખરાબ આદતો તેમજ મૂલ્યો વિશે પણ સમજાવવાનું શરું કર્યું. પરિણામે સમય જતા હવે આ યુવનોમાંથી મોટાભાગના યુવાનો વ્યસનમુક્ત છે.

અન્ય સમાચારો પણ છે...