તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એપ્લિકેશન:પેશન્ટના સ્વજનને ઘરે બેઠા જ તમામ જાણકારી આપતું અનોખુ ચેટબોટ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર મેડિકલ કોલેજમાં આ વોટ્સએપ ચેટબોટ વપરાય છે

શહેરનાં આંત્રપ્રિન્યોરએ ડોક્ટર, નર્સ અને હોસ્પિટલ સ્ટાફનું કામ સરળ થાય તે માટે ચેટબોટ (એપ્લિકેશન) વિકસાવી છે. તો કોવિડ પેશન્ટના સગા હોસ્પિટલમાં ગયા વિના જ આ ચેટબોટની મદદથી પોતાના સ્વજનની સ્થિતી અંગે જાણી શકે છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમસીએ કરેલ અર્પિત વસાણીએ આ એપ્લિકેશન ડેવલપ કરી છે. અમદાવાદ સહિત દેશમાં કોરોનાની બીજી લહેર ચાલે છે ત્યારે પોર્ટ વર્ક અને મેનેજમેન્ટ વર્કમાં હોસ્પિટલ સ્ટાફનો ઘણો સમય જતો હોય છે. અર્પિત વસાણીએ તૈયાર કરેલ સોફ્ટવેર એટલું સરળ છે કે હોસ્પિટલ સ્ટાફનો કોઈપણ વ્યક્તિ ફક્ત એક વોટ્સએપ મેસેજથી બધી માહિતી મળી રહે છે.

એકજ ક્લિકથી માહિતીમળી બધી જ માહિતી મળી રહે છે
મેં અત્યાર સુધી 90 જેટલી એપ્લિકેશન્સ બનાવી છે તેમાં કોરોનાકાળમાં તૈયાર કરેલા આ ચેટબોટ હાલ ભાવનગર મેડિકલ કોલેજ અ્ને હોસ્પિટલમાં ચાલુ કરાયો છે જેની મદદથી દર્દીના કુટુંબીઓ દર્દીની સારવારની માહિતી તુરંત જ હોસ્પિટલ ખાતે નોંધાવેલા પોતાના વોટ્સએપ નંબર પર જાણી શકે છે. કોવીડ દર્દીઓને મળવાની છૂટ ન આપી શકાતી હોવાથી આ સેવા ઉભી કરવામાં આવી છે જેમાં દર્દીને આપવામાં આવેલી છેલ્લી ટ્રીટમેન્ટ તરત જ જાણી શકાય છે. -અર્પિત વસાણી

અમારો અભિગમ હકારાત્મક છે
કોવિડ 19માં ટેકનોલોજીના ઉપયોગ થકી પેશન્ટ તેમજ તેના સગાઓને અપડેટ રાખી શકાય છે. આ એપ્લિકેશનને લઈને અમારો હકારાત્મક અભિગમ છે. જો કે હવે પેશન્ટ ઘટી રહ્યાં છે અને મ્યુકોરમાઈસીસ પેશન્ટ સાથે તો સગાઓને રહેવાની પણ છૂટ છે આમ છતાં આ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ થવો જ જોઈએ. -જે.વી.મોદી,સુપ્રિટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...