અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:મારી સાથે કેમ ઝઘડો કર્યો હતો કહી ટીઆરબી જવાન પર પાઇપ વડે હુમલો, પોલીસે ફરિયાદ નોંધી એકને ઝડપી લીધો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક આરોપી ઝડપાયો - Divya Bhaskar
એક આરોપી ઝડપાયો

શહેરના નરોડા પાટીયા વિસ્તારમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન પાસે બે વ્યક્તિ પહોંચ્યા હતા.ત્યારબાદ એક યુવકે મારી સાથે રાત્રે કેમ ઝઘડો કર્યો હતો.તેમ કહી માથાકુટ કરી હતી. પછી યુવકે લોખંડની પાઇપ વડે ટીઆરબી જવાન પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી બે પૈકી એક આરોપીને ઝડપી લીધો છે.

ગઇકાલે રાત્રે કેમ ઝઘડો કર્યો હતો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નરોડા વિસ્તારમાં 33 વર્ષિય નરેન્દ્રસિંહ શખ્તાવત પરિવાર સાથે રહે છે અને ટ્રાફિક બ્રિગેડ તરીકે છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવે છે. ગત 1 તારીખે નરેન્દ્રસિંહની નોકરી પાટીયા સર્કલ ખાતે હતી.તેઓ પોતાના સહકર્મચારી સાથે ફરજ પર પાટીયા સર્કલ ખાતે કામ કરી રહ્યાં હતાં. ત્યારે બે વ્યક્તિ આવ્યા હતા અને જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે કેમ ઝઘડો કર્યો હતો. ત્યારે નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મારી નોકરી રાત્રે ન હતી. મે કોઇ ઝઘડો કર્યો નથી. આ સાંભળીને બન્ને વ્યક્તિઓ ઉશ્કેરાઇ ગયા હતા અને એક બીજાનું નામ લેવા લાગ્યા હતા. જેમાં એકનું નામ પરેશભાઇ અને બીજાનું નામ ડેનિયલ હોવાનું નરેન્દ્રસિંહને જાણવા મળ્યું હતું.

ડેનીયલની પણ શોધખોળ હાથ ધરી
ત્યારબાદ બન્નેએ નરેન્દ્રસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ દરમિયાન ઝઘડો થતા પરેશે પેંટમાંથી એક લોખંડનો સળીયો કાઢી માર્યો હતો. જેથી હાથમાં લોહી નિકળવા લાગ્યું હતું.બીજી વાર પણ તેણે પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી બીજી જગ્યાએ પણ ઇજા થઇ હતી.આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ જગયા હતા. બીજી તરફ નરેન્દ્રસિંહ લોહીલુહાણ થતા 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે નરોડા પોલીસે ઇન્સ્પેક્ટર કે.વાય.વ્યાસે જણાવ્યું હતું કે, આ મામલે નરેન્દ્રસિંહની ફરિયાદ નોંધી અમે પરેશને ઝડપી લીધો છે. જ્યારે બીજા ફરાર થયેલા ડેનીયલની પણ શોધખોળ હાથ ધરી છે.